Homeગામનાં ચોરેમંંગળ ગ્રહ પર કેટલા વર્ષ પહેલા પાણી હતું ?

મંંગળ ગ્રહ પર કેટલા વર્ષ પહેલા પાણી હતું ?

વર્ષ 2012. આફ્રિકાનું સહારા રણ. આ રણમાંથી બે ઉલ્કાપિંડ મળ્યા હતા. વૈજ્ઞાનિકો આઠ વર્ષથી તેનો અભ્યાસ કરી રહ્યા હતા.  હવે ખબર પડી છે કે આ ઉલ્કાઓ મંગળની છે અને કેટલાય અલગ-અલગ ખડકોના મિશ્રણથી બની છે.

વૈજ્ઞાનિકોના મતે, અભ્યાસમાં એવું સામે  આવ્યું છે કે  4.4 અબજ વર્ષ પહેલા મંગળ પર પાણી હતું. એવું માનવામાં આવે છે કે, આ શોધની સાથે વૈજ્ઞાનિકો જાણી શકશે કે ગ્રહોમાં પાણી ક્યાંથી આવે છે. જો આવુ થાય તો માનવજીવન વિશે એક નવી થિયરી પણ મળી શકે છે.

પાણી વિશે કેવી રીતે ખબર પડી ?

જે બે ઉલ્કાપિંડ મળી હતી તેને NWA 7533 અને NWA 7034 નામ અપાયું છે. તેના પર અભ્યાસ કરતી ટીમ કહે છે કે, આ ખૂબ જ દુર્લભ છે. ટીમમાં સામેલ ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર તાકાશી મિકોચીનો એક રિપોર્ટ સાઈન્સ એડવાન્સ નામના જર્નલમાં પ્રકાશીત થયો છે. તેઓ જણાવે છે કે, NWA 7533 પર ચાર અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપિક અને રાસાયણિક પરીક્ષણ કર્યા. જેમાં કેટલીક આશ્ચર્યજનક બાબતો સામે આવી. 

આમ તો લાંબા સમયથી માનવામાં આવે છે કે મંગળ પર પાણી છે. હવે આ ઉલ્કા પર સ્ટડી કરીને મિકોચી અને તેમની ટીમે દાવો કર્યો છે કે, મંગળ ગ્રહ પર 4.4 અબજ વર્ષ પહેલાથી પાણી હતું. મિકોચીએ કહ્યું કે, ઉલ્કાપિંડ મેગ્માથી બને છે. સામાન્ય રીતે આવું ઓક્સિકરણથી થાય છે અને ઓક્સિકરણ ત્યારે જ સંભવ બને જ્યારે પાણી હોય. એટલે કે મંગળ પર અરબો વર્ષોથી પાણી પણ હોય.

સૂક્ષ્મ જીવ હોવાના પણ સંકેત મળ્યા છે

નાસાના ક્યૂરિયોસિટી રોવરમાં 2019માં જે ડેટા મોકલ્યા હતા તેમાં મંગળ ગ્રહની હવામાં મીથેનની મોટી માત્રા હોવાનું સામે આવ્યું હતું. પૃથ્વી પર આ ગેસ જીવિત જીવ દ્વારા ઉત્સર્જિત થાય છે. એવામાં મંગળ પર મીથેન મળવું એ સાબિત કરે છે કે ત્યાં સૂક્ષ્મજીવો છે. જો કે, આ બાબતે વધુ જાણકારી માટે નાસા અભ્યાસ કરી રહ્યું છે.

મંગળમાં વિશ્વને રસ કેમ છે ?

મંગળની રચના પૃથ્વી સાથે મળે છે. આજ કારણે વૈજ્ઞાનિકોને મંગળમાં બહુ રસ છે. અમેરિકા, ભારત, ચીન અને UAE સહિતના દેશ મંગળ પર અભ્યાસ કરી રહ્યા છે. યુરોપ અને રશિયાએ પણ વર્ષ 2022માં મંગળ મિશનને લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે.

મંગળ વિશે થોડું જાણી લઈએ

મંગળ ગ્રહ સૂર્યમંડળનો ચોથો ગ્રહ છે. મંગળ લાલ રંગનો ગ્રહ છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુઓ સર્જાય છે. પણ તે પૃથ્વીથી ઘણો નાનો છે. શિયાળામાં મંગળનું તાપમાન ઘટીને માઈનસ 133 ડિગ્રીએ પહોંચી જાય છે. મંગળને પૃથ્વી પરથી જોઈ શકાય છે. મંગળને ફોબોસ અને ડેમોસ નામના બે ઉપગ્રહ છે. ફોબોસ અને ડેમોસ એ મંગળના  બે ચંદ્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments