Team Chabuk-Gujarat Desk: અમદાવાદના બોપલમાં રહેતી 43 વર્ષીય મહિલાને પતિ સહિત સાસરિયાઓ દહેજની માંગણી કરીને માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે, તેના પિયરમાંથી લગ્ન સમયે જે દાગીના આપ્યા હતા તે દાગીના અને કેટલીક ભેટ સહિતની વસ્તુ તેના પતિએ પ્રેમિકાને આપી દીધી છે.
પતિની પ્રેમિકાએ જ્યારે વાતચીતના રેકોર્ડિંગ ફિરિયાદી મહિલાને આપ્યા ત્યારે સમગ્ર વાતનો ખુલાસો થયો હતો. બીજી તરફ પત્નીએ જ્યારે આ મુદ્દે પતિ સાથે વાત કરી તો પતિએ તેને માર માર્યો હોવાનો આરોપ છે. પીડિત મહિલાએ અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોપલમાં રહેતી 43 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2009માં મધ્યપ્રદેશના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિને જ્યાં જ્યાં નોકરી મળતી કે ટ્રાન્સફર થતી ત્યાં આ મહિલા રહેવા જતી હતી. જો કે, પતિ સહિતના સાસરિયાઓએ મહિલા પાસે દહેજની માંગણી કરી તેને ત્રાસ આપતા હોવાનો દાવો છે.
બીજી બાજુ પતિને દારૂ પીવાની ટેવ પડી જતા અવાર નવાર દારૂ પીને ઘરે આવતો અને મારઝુડ પણ કરતો હતો. વર્ષ 2020માં મહિલાના પતિને એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટેના પ્રયાસો કરતો હતો. એટલુ જ નહીં આ બાબતે મહિલાને જાણ થતા તેની સાથે ઝઘડો કરીને માર માર્યો હતો. મહિલાનો પતિ તેની પ્રેમીકાને મોંઘી ભેટો તથા બેંક ખાતામાં પૈસા પણ ટ્રાન્સફર કરી આપતો હતો. મહિલાને લગ્ન સમયે પિયરપક્ષમાંથી જે દાગીના આપ્યા હતા તેમાંના કેટલાક દાગીના પતિએ પ્રેમિકાને આપી દીધા હોવાનો પણ આરોપ છે. આ સમગ્ર મામલે પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત