Homeગામનાં ચોરેઅમેરિકી સરકારની તપાસમાં પાસ થયું Adani Group, હિંડનબર્ગના આરોપને ગણાવ્યા ખોટા

અમેરિકી સરકારની તપાસમાં પાસ થયું Adani Group, હિંડનબર્ગના આરોપને ગણાવ્યા ખોટા

Team Chabuk-International Desk: અદાણી ગ્રુપ સામે હિંડનબર્ગના આરોપોની યુએસ સરકાર દ્વારા ચાલી રહેલી તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ તપાસમાં હિંડનબર્ગ રિપોર્ટમાં ગૌતમ અદાણી સામે કરવામાં આવેલા છેતરપિંડીના આરોપો ખોટા હોવાનું જણાવાયું છે. આપને જણાવી દઈએ કે, શ્રીલંકામાં ચીનના પ્રભાવને ઘટાડવા માટે અદાણી ગ્રુપ કોલંબોમાં એક પોર્ટ ટર્મિનલ વિકસાવી રહ્યું છે, જેને અમેરિકી સરકારનું સમર્થન મળ્યું છે. આ માટે USA અદાણી ગ્રુપને 553 મિલિયન રૂપિયા (ભારતીય ચલણમાં લગભગ 4500 કરોડ રૂપિયા)ની લોન આપી રહ્યું છે

ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર અમેરિકન અધિકારીએ કહ્યું કે, અમેરિકન સરકારની તપાસમાં હિંડનબર્ગ દ્વારા અબજોપતિ બિઝનેસમેન ગૌતમ અદાણી પર લગાવવામાં આવેલા આરોપો સાચા નથી. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા આ તપાસ પૂર્ણ કરવામાં આવી છે. જોકે, અમેરિકન એજન્સી હજુ પણ ભારતીય કંપની પર નજર રાખશે.

આ વર્ષની શરૂઆતમાં, શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર કંપનીઓ વચ્ચેના ભંડોળના ગેરઉપયોગના આરોપો મૂક્યા હતા. આ કારણે તમામ ગ્રૂપ કંપનીઓના શેરના ભાવ ઝડપથી નીચે આવ્યા અને અદાણી ગ્રૂપને લગભગ 100 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો દાવો છે.

આ સમાચાર બાદ અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યા સુધી અદાણી એન્ટરપ્રાઈઝમાં 9.23 ટકા, અદાણી પોર્ટમાં 9.01 ટકા, અદાણી ગ્રીનમાં 17.18 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 8.20 ટકાનો વધારો જોવા છે.

Adani Group passed US government investigation

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments