Homeગુર્જર નગરીગુમ સ્વીટી પટેલની હત્યા પીઆઈ પતિ અજય દેસાઈએ જ કરી હોવાનો ઘટસ્ફોટ

ગુમ સ્વીટી પટેલની હત્યા પીઆઈ પતિ અજય દેસાઈએ જ કરી હોવાનો ઘટસ્ફોટ

Team Chabuk-Gujarat Desk: વડોદરા એસઓજીના પીઆઈ અજય દેસાઈની (PI Ajay Desai) પત્ની સ્વીટી પટેલના (sweety patel) ગુમ થવાનો મામલે પડદો ઉંચકાઈ ગયો છે. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્વીટી પટેલની હત્યા (killed) ખુદ તેના પીઆઈ પતિ અજય દેસાઈએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સ્વીટી પટેલની હત્યા પીઆઈ અજય પટેલે જ કરી છે. આરોપી પતિ પીઆઈ અજય દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.

પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ ગત 5 જૂનથી ગુમ થયા હતા. બાદમાં આજે અંતે 49 દિવસ બાદ સમગ્ર રહસ્ય પરથી પડદો ઉંચકાઈ ગયો છે. અજય દેસાઈએ પોતાના કરજણ આવેલા ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં જ ગળેટૂંપો દઈને હત્યા કરી દીધી હોવાની હકીકત સામે આવી છે. પીઆઈ અજય દેસાઈના કરજણ સ્થિત ઘરે 4 જૂનના રોજ સ્વીટી પટેલ અને અજય દેસાઈ વચ્ચે રાત્રિના સમયે ઝઘડો થયો હતો. લગ્ન સંબંધે બન્ને વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ રાત્રિના સાડા બાર વાગ્યે સ્વીટી પટેલ અને તેમનો બાળક નિંદર માણી રહ્યા હતાં ત્યારે જ પતિ અજય દેસાઈએ સ્વીટી પટેલનું ઉંઘમાં જ ગળું દબાવી હત્યા નિપજાવી દીધી હતી.

મિત્રની હોટેલમાં લાશ સળગાવી દીધી

રાત્રિના સમયે પોતાના ઘરે જ સ્વીટી પટેલની હત્યા નિપજાવ્યા બાદ અજય દેસાઈએ લાશને કમ્પાસ જીપમાં મૂકી દીધી હતી. ત્યારબાદ સ્વીટીને શોધવા આવેલા ભાઈને અજય દેસાઈએ કીધું હતું કે તેઓ સ્વીટીને શોધવા જાય છે. અને બીજા દિવસે સ્વીટી પટેલની લાશ પોતાના ઘરેથી 49 કિલોમીટર દૂર આવેલા કિરીટસિંહ જાડેજાની અટાલી સ્થિત બંધ હાલતમાં પડેલી હોટેલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં પુઠ્ઠા, લાકડા અને ઘાસ નાખીને લાશને સળગાવી દેવામાં આવી હતી.

અજય દેસાઈ સ્વીટી પટેલની હત્યા કરીને લાશને કારમાં દહેજ પાસે આવેલા અટાલી ગામ નજીકની 3 માળની હોટેલમાં લઈ ગયો હતો. આ બિલ્ડિંગ અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા અને અન્ય ભાગીદારોની છે. જો કે વર્ષો પહેલાં આ હોટેલનું બાંધકામ અધુરું છોડી દેવામાં આવ્યું હતું તેથી આ જગ્યા અવાવરું બની ગઈ હતી.

અજય દેસાઈએ બે યુવતી સાથે કર્યા હતા લગ્ન

સ્વીટી પટેલના પતિ અજય દેસાઈએ બે લગ્ન કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પીઆઈ અજય દેસાઈએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. બાદમાં 2017માં અન્ય એક યુવતી સાથે લગ્ન જીવન શરૂ કર્યું હતું. આથી બન્ને પત્નીને સાથે રાખવી શક્ય ન હોવાથી અજય દેસાઈએ સ્વીટી પટેલને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી લીધો હતો.

ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો કેસ

છેલ્લા ઘણા દિવસથી ગુમ સ્વીટી પટેલને શોધવા માટે વડોદરા પોલીસ પ્રયત્નો કરી રહી હતી. પરંતુ વડોદરા પોલીસને કોઈ પગેરું મળ્યું ન હતું. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં જ સ્વીટી પટેલ પ્રકરણ પરથી પડદો ઉંચકી નાખ્યો છે. પોલીસને અટાલીના મકાનમાંથી માનવ હાડકાં મળ્યા હતા તે મકાનની આસપાસના મોબાઈલ ટાવરોની તપાસ કરી હતી. જેમાં સ્વીટી પટેલના પતિ અજય દેસાઈના મોબાઈલ ફોનનું લોકેશન મળ્યું હતું. તપાસમાં સ્વીટી પટેલના મોબાઈલમાંથી પીઆઈ અજય દેસાઈ અને સ્વીટી પટેલ વચ્ચેની વ્હોટ્સએપ ચેટ પણ જોવા મળી હતી. જેમાં સ્વીટી પટેલ અજય દેસાઈને કહી રહ્યા હતા કે હું જતી રહીશ, મરી જઈશ.

આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાંચ અને એટીએસને સોંપવામાં આવી હતી. જેમાં એટીએસ દ્વારા ટેક્નિકલ સપોર્ટ આપવાનો હતો. જ્યારે અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાંચ દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું હતું કે, અટાલીથી મળેલા હાડકાં સ્વીટી પટેલના જ હતાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments