Homeગુર્જર નગરીહું તમને ખાતરી આપું છું કે હું ક્યારેય એવું કામ નહીં કરું...

હું તમને ખાતરી આપું છું કે હું ક્યારેય એવું કામ નહીં કરું કે જેનાથી તમને લજ્જિત થવું પડે: બ્રિજેશભાઇ મેરજા

Team Chabuk-Gujarat Desk: મોરબીની આલાપ પાર્ક, ખોડીયારનગર, પટેલ નગર સોસાયટી દ્વારા મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું અહીંના સ્થાનિક રહીશો દ્વારા સ્વાગત સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ ઢોલ નગારાના નાદ સાથે વાજતે ગાજતે ફટાકડાની જોરદાર આતશબાજી સાથે મંત્રીશ્રીનું સ્વાગત કરી નાની દીકરીઓએ સામૈયા સાથે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું અભિવાદન કર્યું હતું.

shree-hari-jyotish

આ કાર્યક્રમમાં મંત્ર બ્રિજેશભાઈ મેરજાનું મોમેન્ટો, સાલ, પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતુ. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, આ મારૂ સન્માન નથી પરંતુ આ આપ સૌ નગરજનોનું સન્માન છે. હું તમને ખાતરી આપું છું કે હું ક્યારેય એવું કામ નહીં કરુ કે જેનાથી તમને લજ્જિત થવું પડે. મોરબીને અનેરી ઊંચાઇ પર લઇ જવામાં સતત પ્રયત્નશીલ રહીશ. મંત્રી મંડળમાં મળેલ જવાબદારીના યશના ભાગીદાર આપ સૌ છો જેનો હું કાયમ માટે ઋણી રહીશ.

shree-hari-jyotish

આ કાર્યક્રમમાં પૂર્વ પંચાયત મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયાએ મોરબીના ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળવાથી હવે મોરબી જિલ્લામાં વિકાસકામોને વધુ વેગ મળશે તેવો સુર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક કોર્પોરેટર નિમિષાબેન ભીમાણી, અગ્રણી જિગ્નેશભાઇ કૈલાએ પણ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કર્યું હતું.  

shree-hari-jyotish

આ કાર્યક્રમમાં સુરેશભાઇ દેસાઇ, કે.કે. પરમાર, જયરાજસિંહ જાડેજા, મુકેશભાઇ ઉધરેજા, કિશોરભાઇ ભાલોડીયા, વિસ્તારના તમામ કોર્પોરેટર, વિવિધ સોસાયટીના સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આલાપ યુવા ગ્રૂપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવે

મોરબીમાં જનસુવિધા કેન્દ્ર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ અને સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સામૂહિક  તેમજ વ્યવસાયલક્ષી કામો થઇ રહ્યા છે. જેના અનુસંધાને આજે વ્યક્તિલક્ષી કામો માટે સેવાસેતુ કાર્યક્રમો થઇ રહ્યા છે. મોરબીમાં નગરપાલિકામાં વિકાસલક્ષી કામો માટે ૫૦ કરોડથી વધારેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. તેમજ સાંઇબાગમાં પણ ૬૦ લાખ રૂપિયાના ખર્ચે નમૂનાદાર સંકુલ બનશે. લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવે. તેમજ ક્લીનીકનો સમય પણ સાંજના ૫.૩૦ વાગ્યાથી રાત્રીના ૯.૩૦ કલાક રાખવામાં આવશે જેથી લોકોને રોજગારીનો પ્રશ્ન ન રહે. પ્રાસંગિક પ્રવચનમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકામાં ઘણા બધા કામો થઇ રહ્યા છે અને મચ્છુ રિવરફ્રન્ટ બનાવવાનું પણ આયોજન થઇ રહ્યું છે.

shree-hari-jyotish

જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ જણાવ્યું હતું કે, આઝાદી પછી મોરબી અને માળીયાને સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે આ વિસ્તારના કામોમાં ખૂબ જ ગતિ મળી રહી છે.  સ્વાગત પ્રવચન ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ રીબીન કાપીને જનસુવિધા કેન્દ્ર અને દીનદયાળ ક્લીનીકનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી બાબુભાઇ હુંબલ, પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મામલતદાર જી.એચ. રૂપાપરા, નગરપાલિકાના કાઉન્સીલરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments