Team Chabuk-Sports Desk: આમ તો રમતનું નામ પડે એટલે ગુજરાતીઓના મગજમાં સૌ પ્રથમ ક્રિકેટ જ આવે, જોકે ક્રિકેટ સિવાય પણ કેટલીય એવી રમતો છે, જેમાં ગુજરાતીઓ નામ બનાવી રહ્યા છે. તેમાંની જ એક રમત એટલે કરાટે. ગુજરાતમાં કરાટે સાથે સંકળાયેલા ખૂબ ઓછા ખેલાડીઓ છે, ત્યારે જો કોઈ એમ કહે કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખેલાડીઓ પંજાબ ગયા અને કરાટે કાટાની સ્પર્ધામાં મેડલની લાઈન લગાવી દીધી તો કોણ માનશે? પણ હકીકતે ગૌરવ લેવા જેવી આ સિદ્ધિ ગીર સોમનાથના માર્શલ આર્ટિસ્ટોએ મેળવી છે.
પંજાબમાં ‘કરાટે KATA’ સ્પર્ધામાં ઉનાના દેવ બાંભણિયાને ગોલ્ડ મેડલ #karate #karatekid pic.twitter.com/ffYJa6Gk7k
— thechabuk (@thechabuk) October 31, 2021

ગીર સોમનાથના ઉનાના ખેલાડીઓએ પંજાબમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા ઈન્વિટેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલની લાઈન લગાવી દીધી હતી. ઉનાના ખેલાડીઓએ આ મેડલ કરાટે ફાઈટ અને કાટામાં જીત્યા હતા. કાટે અને કરાટેનું સિહાન રમેશ કુમાર ભટ્ટ દ્વારા આ ખેલાડીઓને માર્ગદર્શન મળ્યું હતું. ઉનાના કરાટે ખેલાડીઓની મહેનત પંજાબમાં ઝળકી હતી અને મેડલોનો તેમના પર વરસાદ થઈ ગયો હતો. પંજાબમાં જઈ ગુજરાતનું ગૌરવ વધારનારા ઉનાના વિજેતા ખેલાડીઓ પર એક નજર કરવામાં આવે તો…
| ખેલાડી | કરાટે ફાઈટિંગ | કાટા | વિશેષ |
| આર્યવીર પારેખ | સિલ્વર | ગોલ્ડ | |
| હર્ષ પંપાણિયા | બ્રોન્ઝ | બ્રોન્ઝ | |
| મીત બાંભણીયા | બ્રોન્ઝ | બ્રોન્ઝ | |
| કાર્તિક સોસા | બ્રોન્ઝ | બ્રોન્ઝ | |
| અશોક ચૌહાણ | સિલ્વર | સિલ્વર | સેન્સાઈ |
| રોનીલ સોલંકી | ગોલ્ડ | ગોલ્ડ | સેન્સાઈ |
| કેતન સોલંકી | બ્રોન્ઝ | સિલ્વર | |
| દેવ બાંભણિયા | ગોલ્ડ | સિલ્વર મેડલ | સેન્સાઈ |
| કાજલબહેન | ગોલ્ડ | ગોલ્ડ |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત