Homeગુર્જર નગરીઆવા હિજડા અને બાયલા રહેતા હોયને પટેલ સમાજમાં તો મારે નથી રહેવું...

આવા હિજડા અને બાયલા રહેતા હોયને પટેલ સમાજમાં તો મારે નથી રહેવું : કીર્તિ પટેલ

Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતી કીર્તિ પટેલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણી હાલમાં જ થયેલી ગ્રીષ્મા હત્યાકાંડ બાદ પટેલ સમાજને આડે હાથ લઈ રહી છે. કીર્તિ પટેલ વીડિયોમાં કહી રહી છે કે જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે કોઈ પટેલ તેને છોડાવવા નહોતા આવ્યા. આ ઉપરાંત તેણીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હીજડા અને બાયલા પટેલ સમાજમાં રહેતા હોય તો મારે નથી રહેવું.

Kirt iPatel

ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓની ત્સુનામી આવી રહી છે. દરેક યુઝર્સ આ હત્યાકાંડ સંદર્ભે પોતાનો મત વ્યક્ત કરી રહ્યો છે અને ગ્રીષ્મા પ્રત્યે સહાનુભૂતિ જ્યારે આરોપી પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી રહ્યો છે. એવામાં સોશિયલ મીડિયા પર વારંવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલનો પણ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તેણી પટેલ સમાજ પ્રત્યે રોષ વ્યક્ત કરી રહી છે. વીડિયોમાં તેણી શું કહે છે એ વાંચો…

Kirt iPatel

વીડિયોમાં કીર્તિ પટેલ શું બોલે છે?

‘કયો પટેલ આવ્યો કીર્તિ પટેલની હારે લડત લડવા? કીર્તિ પટેલ પંદર દાડા જેલમાં ગઈ હતી, કયો પટેલ તેને છોડાવવા આવ્યો? કયા પટેલે એમ કીધું કે આ દીકરીને તમે ખોટી રીતના હેરાન કરવી રહેવા દ્યો. ઈ લોકો સમાજનનું જોવામાં જ સમજે છે. આજે પટેલની દીકરી થઈને મેં કોઈ પણ કાસ્ટ હોય કે કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય મેં અવાજ ઉપાડ્યો છે. ઈવન પટેલ સમાજ સાથે ખોટું થતું હશે તોય અવાજ ઉપાડ્યો છે. તોપણ છોકરીને સપોર્ટ આપ્યો નથી. કોઈ સપોર્ટ નથી દીધો. હું તો એવું કહું છું કે આની કરતા છે ને મને કાઢી નાખો. પટેલ સમાજમાંથી, કોક કહેતું હતું ને કીર્તિ પટેલની વાંહેની સરનેમ લઈ લ્યો. લઈ લ્યો, નથી રહેવું મારે પટેલ સમાજમાં. આવા હીજડા અને બાયલા રહેતા હોય ને પટેલ સમાજમાં તો મારે નથી રેવું. અરે… આ હસતા હસતા આપી દઉં અને એમ કેય આ પટેલ સમાજની દીકરી થઈને ગાળો બોલે છે….’

વીડિયોના અંતમાં તેણી વધારે ગુસ્સે થતા કહે છે કે, હાલી છૂટ્યા મારા બેટા… સમાજ…. સમાજ… સમાજ…. કયો પટેલ મારા માટે લડવા આવ્યો? આ જોઈ લ્યો કિશન ભરવાડ. કેટલો સપોર્ટ છે લોકોનો….

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments