Team Chabuk-Gujarat Desk: સુરતના ભીમરાડ નજીક ડમ્પર ચાલકે મોપેડ પર સવાર યુવક-યુવતીને અડફેટે લેતાં બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક-યુવતીની સગાઈ થઈ તેને હજુ 6 મહિના જ થયા હતા. લગ્ન જીવનની શરૂઆત કરે તે પહેલાં જ બન્નેનું અકસ્માતમાં મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ બન્નેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર 25 વર્ષીય સંતોષ રણછોડ ખલાસી ગભેણી ગામ વાડી ફળિયામાં રહેતો હતો. સંતોષ વિધવા માતાનો એકનો એક દીકરો અને બે પરિણીત બહેનોનો એકનો એક ભાઈ હતો. સંતોષ ડાઇંગ મિલની લેબમાં નોકરી કરી પરિવારનું ભરણ પોષણ કરતો હતો. પોતાના પુત્રના મોતના સમાચાર સાંભળતાં જ વિધવા માતા આઘાતમાં સરી પડ્યા છે. 6 મહિના પહેલા જ સંતોષની સગાઈ કરી હતી અને લગ્નની તૈયારીઓ ચાલુ હતી. પરંતુ લગ્ન જીવનની શરૂઆત પહેલાં સંતોષ અને તેની વાગ્દત્તાનું અકસ્માતમાં મોત નિપજ્યું છે.
મૃતક યુવતીના પરિવારજનોએ કહ્યું હતું કે, એકની એક દીકરીને ડમ્પર ચાલકે કચડી નાખતાં પિતા સહિત આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સામાન્ય પરિવારમાંથી આવતા બન્ને પરિવારના એકના એક સંતાનના મોતને લઈ આખું ગામ શોકમાં ડૂબી ગયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
