Homeગુર્જર નગરીજૂનાગઢ: ગાંધીચોકમાં આવેલી મટન માર્કેટ આ સ્થળે ખસેડવાનું આવેદન અપાયું

જૂનાગઢ: ગાંધીચોકમાં આવેલી મટન માર્કેટ આ સ્થળે ખસેડવાનું આવેદન અપાયું

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શહેરમાં બસ સ્ટેન્ડ તરફથી આગળ જતા આવે છે ગાંધીચોક. અહીં ઢાલ રોડ ચડતા આવે છે મટન માર્કેટ. હવે એ મટન માર્કેટને સુખનાથ ચોક ફેરવવા માગ કરવામાં આવી છે. આ અંગે ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર વહાબભાઇ કુરેશીએ મનપાના કમિશ્નર, મેયર વગેરેને સંબોધીને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.

એમણે કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે શહેરની વચ્ચોવચ્ચ ગાંધીચોકમાં મટન માર્કેટ આવેલી હોય લોકોને હાલાકી અને અવરોધનો સામનો કરવો પડે છે. જેથી મટન માર્કેટના આ સ્થળને સુખનાથ ચોકમાં ફેરવવાનું આવેદન પત્ર લખી તેમણે રજૂઆત કરી છે.

તેઓએ આ મટન માર્કેટને સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના બિનઉપયોગી ડેલામાં ખસેડવાનું પોતાના આવેદન પત્રમાં જણાવ્યું છે. વધુમાં નોંધ્યું છે કે અહીં વિશાળ જગ્યા હોવાથી મટન માર્કેટ તેમજ સ્લોટર હાઉસ પણ બની શકે છે. પરિણામે બન્ને માટે અલગ અલગ જગ્યા પણ ફાળવવી નહિ પડે.

ઉલ્લેખનીય છે કે વર્ષોથી જૂનાગઢ શહેરમાં ગાંધીચોકની સામે જ મટન માર્કેટ આવેલી છે. ત્યારે આવનારા સમયમાં આ માર્કેટ આવેદન પત્ર મુજબ અન્યત્રે ખસેડવામાં આવે છે કે પછી ત્યાં ને ત્યાં રહે છે તે જોવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments