Team Chabuk-Sports Desk: ICC રેન્કિંગમાં ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને ટેસ્ટ બોલરની કેટેગરીમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. અગાઉ ઓસ્ટ્રેલિયન પેટ કમિન્સના ચાર વર્ષથી ટોચના સ્થાને હતો અને હવે તેનું સ્થાન એન્ડરસને લીધું છે. છેલ્લી કેટલીક ટેસ્ટમાં એન્ડરસનનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. જેના કારણે તે ટોચના સ્થાને પહોંચી ગયો છે.
એન્ડરસન 40 વર્ષનો છે. ગત અઠવાડિયે ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપ્યા બાદની એન્ડરસને તેની કારકિર્દીમાં છઠ્ઠી વખત અને 2018 બાદ પ્રથમ વખત ટોચનું સ્થાન મેળવ્યું હતું. રેન્કિંગમાં તેના 866 રેટિંગ પોઇન્ટ છે, જ્યારે ભારતના દિગ્ગજ સ્પિનર રવિ અશ્વિન 864 પોઇન્ટ સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. બીજી તરફ કમિન્સ 858 રેટિંગ પોઇન્ટ સાથે બે સ્થાન નીચે ઉતરીને ત્રીજા સ્થાને આવી ગયો છે.
ઓસ્ટ્રેલિયા સામે અદભૂત પ્રદર્શન કર્યા બાદ ભારતના રવિન્દ્ર જાડેજાની રેન્કિંગમાં પણ સુધારો થયો છે. તે છ સ્થાન ઉપર ચઢીને બોલરના રેન્કિંગમાં નવમા સ્થાને (763) પર પહોંચી ગયો છે, આ ઉપરાંત તે નંબર વન ઓલરાઉન્ડર (460) તરીકે ટોચ પર રહ્યો છે.
બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં 158 રન સાથે આશ્ચર્યજનક રીતે બીજા ક્રમે રહેલા અક્ષર પટેલની રેન્કિંગમાં પણ સુધારો થયો છે. તે પણ 283 રેટિંગ પોઇન્ટની મદદથી બે સ્થાનના સુધારા સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. આ સમયે ટેસ્ટમાં ટોચના પાંચ ઓલરાઉન્ડર્સમાં ત્રણ સ્થાન પર ભારતીય ખેલાડી છે. આ ત્રણેય ખેલાડી જાડેજા, અશ્વિન અને અક્ષર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત