Team Chabuk-Entertainment Desk: યૂટ્યૂબર અરમાન મલિકની બંને પત્નીઓ કૃતિકા મલિક અને પાયલ મલિક વચ્ચે ઝઘડો થયો છે. અરમાન ક્યારેક તેના બે લગ્નના કારણે તો ક્યારેક તેની બે પત્નીઓ એક સાથે પ્રેગ્નેટ થવાના કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન તેની બે પત્નીઓ વચ્ચેની લડાઈના વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યા છે. અરમાન મલિકની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા પ્રેગ્નેટ છે. હાલમાં જ તેના ઘરમાં બેબી શાવરની પાર્ટી રાખવામાં આવી અને આ દરમિયાન બંને વચ્ચે લડાઈ થઈ હતી. કૃતિકાએ ફેસબુક પર તેનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કૃતિકા બેબી શાવર ફંક્શન માટે તૈયાર થઈ રહી હોય છે અને પાયલ મોડુ કરવાના કારણે ખૂબ જ નારાજ થઈ જાય છે.
પાયલ વારં-વાર કૃતિકાને ટોકતી રહે છે, જેનાથી તે પણ પરેશાન થઈ જાય છે. બાદમાં પરિવારની સામે જ બંને વચ્ચે ઝઘડો શરુ થાય છે. પરિવારના સભ્યો તેને શાંત કરવાની કોશિશ કરે છે. એટલામાં કૃતિકાની માતા પણ આવી જાય છે અને કૃતિકા તેને ફરિયાદ કરે છે કે પાયલ હંમેશા કહે છે કે તે પોતાની માતા પાસે જતી રહે. તેની માતા કૃતિકાને પોતાની પાસે લઈ જવાની વાત કરે છે તો પાયલ કહે છે કે તેણે તેને સ્ટાર બનાવી છે તો તે નહી જઈ શકે. પાયલ પોતાનો દુપટ્ટો ફેંકીને રુમમાં જતી રહે છે અને કહે છે કે હવે કંઈ નહી કરે.
અંતમાં અરમાન મલિક જણાવે છે કે આ બધુ માત્ર રમુજ માટે હતું. બંનેની લડાઈ લોકોને ખૂબ જ પસંદ છે, એટલે તેમણે આ વીડિયો બનાવ્યો છે. અરમાન મલિકે પ્રથમ પત્ની પાયલની મિત્ર કૃતિકા સાથે 5 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. શરુઆતમાં બંને વચ્ચે સારો મનમેળ નહોતો, પરંતુ હવે તેઓ સારા મિત્રો તરીકે સાથે રહે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત