Team Chabuk-Gujarat Desk : કોરોનાકાળમાં કેટલાય લોકોની નોકરી છુટી ગઈ છે. તો કેટલાય લોકોએ નોકરીને તિલાંજલિ આપીને પોતાનો ધંધો શરૂ કરી દીધો છે. કેટલાય લોકોએ નોટિસ પિરિયડ્સ આપ્યા વગર જ કંપનીને અલવિદા કહી દીધું છે. આવું ઘણીવાર કર્મચારીઓ સાથે બનતું હોય છે. મોટા પગારની ઓફર અથવા તો કંપનીઓ સાથે કામ કરવાથી અસંતુષ્ટ વ્યક્તિ કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરીને નોકરી છોડી દેતો હોય છે. જો કે, હવે આમ કરવું કર્મચારીને ભારે પડી શકે છે.
નોટિસ તો આપવી પડશે !
જેમ નોકરી મેળવવી અઘરી છે તેમ હવે આ નોકરીને છોડવી પણ કર્મંચારીઓને મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈ પણ નોકરી છોડતા પહેલાં કર્મચારીઓને કેટલીક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. જો કે, તમે એ વાત જાણતા હોવા જોઈએ કે નોકરી છોડવાનું પરિણામ શું આવી શકે છે. નોટિસ પિરિયડ્સ પૂરો કર્યા વગર હવે તમે નોકરી છોડશો તો તમારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગના એક નિર્ણય મુજબ, નોટિસ પિરિયડ્સ પૂરો કર્યા વગર નોકરી છોડનારા કર્મચારીઓ પાસેથી 18 ટકા GST વસૂલવામાં આવશે.
શું હોય છે નોટિસ પિરિયડ્સ ?
નોટિસ પિરિયડ્સ એ સમય હોય છે જ્યારે તમે રાજીનામું આપી દીધું હોય છતાં તમે કંપની સાથે નિશ્ચિત સમય સુધી કામ કરતા હોવ. જીએસટી ઓથોરિટીના તાજેતરના નિર્ણય મુજબ જો કોઈ કર્મચારી નોટિસ આપ્યા વગર નોકરી છોડી દે છે તો તેના ફૂલ એન્ડ ફાઈનલ પેમેન્ટ પર 18 ટકા જીએસટી લાગી શકે છે.
મામલો શું છે ?
અમદાવાદની એમ્નીલ ફાર્માસ્યૂટિકલ્સ કંપનીનો આ મામલો છે. આ કંપનીના કર્મચારીથી મામલો શરૂ થયો હતો. જીએસટી ઓથોરિટીએ આ નિર્ણય કંપનીના એક કર્મચારીને ત્રણ મહિનાનો નોટિસ પિરિયડ્સ આપ્યા વગર નોકરી છોડવા પર સંભળાવ્યો હતો. નોટિસ પિરિયડ્સ મુદ્દે અલગ અલગ કંપનીઓના અલગ અલગ જ નિયમ હોય છે. મોટાભાગની કંપનીઓમાં આ નિયમ એકથી ત્રણ મહિના સુધીનો હોય છે. એટલે કે કર્મચારીએ રાજીનામું આપીને કંપનીમાં કામ કરતું રહેવું પડે છે. જેનો હિસાબ તેને ફૂલ એન્ડ ફાઈનલ વખતે મળે છે.
GST ઓથોરિટીએ શું કહ્યું ?
આ મુદ્દે GST ઓથોરિટીએ પોતના નિર્ણયમાં કહ્યું છે કે, આ રકમ જીએસટી એક્ટ મુજબ કર્મચારી છૂટ મુજબ નથી, એટલે નોટિસ પિરિયડ્સ પૂરો ના કરવાની શરત પર 18 ટકા જીએસટીનું ચૂકવણું કરવું પડશે. આ ચાર્જ નોટિસના સમયગાળા દરમિયાન ચૂકવવામાં થતી રિકવરી પર લાગશે. ઓથોરિટીએ આને સહન ન થનારું કાર્ય ગણાવ્યું છે. અને કહ્યું હતું કે, રકમની વસૂલાત નિર્ધારિત નોટિસના સમયગાળાની સેવાના ઉલ્લંઘનના બદલે હશે. એટલું જ નહીં, જીએસટી અધિનિયમ પ્રમાણે કર્મચારીને મળતી છૂટમાં રકમ આવરી નહીં લેવામાં આવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત