Homeગામનાં ચોરેહે ચાબુક સુપ્રીમ કોર્ટની કમિટીમાંથી એક વ્યક્તિએ નામ પાછું ખેચી લીધું છે

હે ચાબુક સુપ્રીમ કોર્ટની કમિટીમાંથી એક વ્યક્તિએ નામ પાછું ખેચી લીધું છે

ગોવાબાપા : તો ચાબુક સુપ્રીમ કોર્ટે ખેડૂતો અને સરકાર વચ્ચે સમાધાન થાય એટલા માટે કમિટી બનાવી. કમિટી બન્યા પછી એવા આક્ષેપ થવા લાગ્યા છે કે આ તો સરકારની જ કમિટી છે. સોશિયલ મીડિયા પર પણ આવી વાતો થતી હતી. હવે ખબર છે કે આ પેનલમાંથી ભારતીય કૃષિ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભુપિન્દર સિંહે નામ ખેંચી લીધું છે.

81 વર્ષીય ભુપિન્દર સિંહનું નામ જ્યારે સામે આવ્યું ત્યારથી જ વિવાદ થવા લાગ્યો હતો. ખેડૂતો જ પેનલ લિસ્ટની આલોચના કરી રહ્યા હતા. એવામાં ભુપિન્દર સિંહ માને એક નિવેદન સામે રાખી કીધું ચાબુક કે, ‘‘કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા ત્રણે કૃષિ કાયદાઓ પર ખેડૂત સંગઠનો  સાથે વાતચીત શરુ કરવા માટે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાની તરફથી મને નામાંકિત કરવા બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. ખુદને એક ખેડૂત અને સંગઠનના નેતાની રીતે જોતા, સાથે જ ખેડૂત સંગઠનો અને સામાન્ય લોકોની ધારણાઓને જોતા, હું આ ઓફરનો ત્યાગ કરવા માટે તૈયાર છું, જે મને આપવામાં આવી છે, કારણ કે પંજાબ અને દેશના ખેડૂતોના હિતની સાથે સમજૂતી નહીં કરી શકું. હું પેનલમાંથી ખૂદને હટાવું છું અને હંમેશાં ખેડૂતો અને પંજાબની સાથે ઊભો રહીશ. ’’

હવે ચાબુક બાકીના જે ત્રણ લોકો કમિટીમાં રહ્યા છે એમના નામ છે ડો. પી.કે.જોશી, અશોક ગુલાટી અને અનિલ ઘનવંત.

દુકાનો પાછી ખોલો

ગઈકાલે ચાબુક આપણે દિલ્હીના બર્ડ ફ્લૂની વાત કરી હતી. તે તો મને નીચોવી નાખ્યો હતો. એક એક વાત મારી પાસેથી જાણી લીધી હતી. હવે હું તો બર્ડ ફ્લૂએ કાળોકેર વર્તાવ્યો હતો ત્યારે જીવતો જ હતો. એટલે તો મને આ વિશેની પાક્કાપાયે ખબર હોય. કાલ શું વાત હતી એનું અનુસંધાન તો તને ખબર જ છે કે, દિલ્હીમાં ચિકન વેચનારા લોકોની દુકાનો તંત્રએ બંધ કરી હતી. બંધ કરવાનું કારણ કેટલાક પક્ષીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી.

હવે આજે મુરઘાઓની મંડી ખોલવાના દિશા નિર્દેશ આપી દીધા છે. દિલ્હી સરકારે આ નિર્ણય ત્યારે લીધો જ્યારે બર્ડ ફ્લૂ માટે મોકલવામાં આવેલા સેમ્પલ નેગેટિવ આવ્યા. આ વિશે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘‘મેં આદેશ આપ્યા છે કે મુરઘાઓની દુકાનોને ખોલી દેવામાં આવે. આ સાથે જ મુરઘીની આયાત અને વેપાર ઉપર લગાવવામાં આવેલી અટકાયતને પુન:વેગવંતુ કરવાનો આદેશ આપું છું.’’

હવે તને કઉં તો બર્ડ ફ્લૂની આશંકાને જોતા દિલ્હીની સરકારે 9મી જાન્યુઆરીના રોજ મુરઘાઓની દુકાનને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ટેસ્ટ માટે કેટલાક સેમ્પલ જલંધર મોકલવામાં આવ્યા હતા જેમાં બર્ડ ફ્લૂની પુષ્ટી નહોતી થઈ. છતાં મુરઘા લઈ ગયા ત્યારે નહીં ને એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ કરતો ફેલાય ત્યાં જ અગમચેતીના પગલારૂપે અરવિંદ કેજરીવાલે ઝાડુ મારી દીધું.

રાહુલ ગાંધી શું શું બોલ્યા ?

ખેડૂતોના આંદોલનને 50 દિવસ ઉપર થઈ ગયા ચાબુક. ખેડૂતો ત્રણ નવા કૃષિ કાયદાઓને પરત લેવાની માગ કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ કૃષિ કાયદાઓને પરત લેવા મુદ્દે મોદી સરકાર પર વારંવાર હુમલાઓ કરી રહી છે. હવે આઈજે જ રાહુલ ગાંધી તમિલનાડુની મુલાકાતે ગયા હતા. જ્યાં એમણે કહ્યું કે, ‘‘સરકાર ખેડૂતોને નજર અંદાજ નથી કરી રહી પણ તેમને બરબાદ કરી નાખવાનું ષડયંત્ર રચી રહી છે. સરકાર ખેડૂતોને એ માટે બરબાદ કરવાની કોશિશ કરી રહી છે કારણ કે તે પોતાના બે ત્રણ મિત્રોને લાભ પહોંચાડવા માગે છે.’’

એ પહેલા રાહુલ ગાંધીએ તમિલનાડુની પરંપરાગત રમત જલ્લીકટ્ટુને નિહાળી હતી. એ પછી એમણે કહ્યું કે, ‘આ પ્રવાસનો હેતુ એ લોકોને સંદેશ આપવાનો છે, જે વિચારે છે કે તમિલ લોકોની સાથે ખરાબ વર્તન કરી શકાય છે. આ રમત તો તમિલ સંસ્કૃતિનું જીવંત સ્વરૂપ છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments