Homeગુર્જર નગરીબજેટ: સુરતના હીરા ઉદ્યોગ માટે મોટી જાહેરાત, ફરી હીરાના કારખાના ઘમધમશે

બજેટ: સુરતના હીરા ઉદ્યોગ માટે મોટી જાહેરાત, ફરી હીરાના કારખાના ઘમધમશે

Team Chabuk-Gujarat Desk: કોરોનાના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો. હીરા પોલિશ્ડ ક્ષેત્રે જોડાયેલા અનેક કારીગરો, ઉદ્યોગકારો બીજા ક્ષેત્ર તરફ વળવા મજબૂર બન્યા હતા. પરંતુ આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં સુરતના હીરા ઉદ્યોગને વેગ આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે. આજે રજૂ થયેલા કેન્દ્રિય બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે હીરા અને જ્વેલરી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, પોલીશ્ડ હીરા અને કટ હીરા પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવી છે.

કસ્ટમ ડ્યુટી 5 ટકા કરાઈ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે આજે રજૂ કરેલા બજેટમાં પોલિશ્ડ અને કટ હીરાની આયાત પરની ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. પોલિશ્ડ અને કટ હીરા પર હવે પાંચ ટકા આયાત ડ્યુટી લાગશે. તેમજ હાફ કટ હીરા પરની ડ્યુટી ઝીરો કરી દેવાતા સુરતના હિરાઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રસરી છે.

પહેલા સાડા સાત ટકા કસ્ટમ ડ્યુટી હતી

સુરતમાં પોલિશ્ડ થવા આવતા હીરા પર સાડા સાત ટકા કસ્ટમ ડ્યુટી લાગતી હતી. કોરોનાના કારણે મંદીનો માર સહન કરી રહેલા સુરતના ઉદ્યોગકારોએ કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવા અપીલ કરી હતી. આ અપીલને નાણા મંત્રીએ ધ્યાને લઈ આજના બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘડ્યાની જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે

હીરા ઉદ્યોગમાં તેજીની શક્યતા

મંદીનો માર સહન કરી રહેલા હીરા ઉદ્યોગ માટે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાતને ઉદ્યોગકારો બુસ્ટર ડોઝ તરીકે જોઈ રહ્યા છે. પોલીશ્ડ ડાયમંડ અને કટ ડાયમંડમાં કસ્ટમ ડ્યુટી પાંચ ટકા અને હાફ કટ હીરાની આયાત પર કસ્ટમ ડ્યુટી નાબુદ થતા હીરા ઉદ્યોગમાં ફરી પહેલા જેવી તેજી આવવાની સંભાવના જોઈ રહ્યા છે.

જ્વેલરીની નિકાસ માટે પણ મોટી રાહત

આજ કાલ ઈ-કોમર્સનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ઈ-કોમર્સ દ્વારા ઓનલાઈન આભૂષણો વહેચવામાં સરળતા રહે તે માટે સરકારે મોટી જાહેરત કરી છે. ઓનલાઈન જ્વેલરી નિકાસને વધુ સુવિધાજનક બનાવવા માટે જૂન સુધીમાં એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક લાગુ કરવાની જાહેરાત નાણા મંત્રી નિર્મલા સિતારમણે બજેટમાં કરી છે.

ઈમિટેશન જ્વેલરીની આયાતને પ્રોત્સાહન

ઓછી કિંમતની ઈમિટેશન જ્વેલરીની આયાતને પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. આ માટે ઈમિટેશન જ્વેલરીની આયાત પર પ્રતિ કિલોગ્રામ ઓછોમાં ઓછી 400ની કસ્ટમ ડ્યુટી લગાવવાની જાહેરાત કરાઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments