Team Chabuk-National Desk: લોકસભામાં આજે દેશના નાણા મંત્રી નિર્મલા સિતારમણે વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં ખેડૂતો માટે અનેક મહત્વપુર્ણ નિર્ણયો અને જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં રવી પાક અને ખરીફ પાક માટે લધુતમ ટેકાના ભાવ એટલે કે MSP માટે પણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતોને MSP અંતર્ગત રૂ.2.37 લાખ કરોડની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતો માટે કરવામાં આવેલી મહત્વપૂર્ણ જોગાવાઓ આ પ્રમાણે છે..
રસાયણમુક્ત ખેતીને પ્રાધાન્ય આપવામાં આવશે. ઓર્ગેનિક ખેતીના પ્રોત્સાહન માટે પ્રથમ તબક્કામાં ગંગા કિનારાના વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પાંચ કિલોમીટરના કોરિડોરને પ્રથમ તબક્કામાં પસંદ કરાયો છે. તેલેબિયા પાકોની આયાત ઘટાડવા માટે સ્થાનિક સ્તરે તેલબિયા પાકના ઉત્પાદનમાં વધારો કરવા પર ભાર મુકાશે. ખેડૂતો ટેક્નોલોજીનો ઉપયોગ કરે તે માટે મહત્વની જાહેરાત કરાઈ છે. આ માટે પીપીપી મોડલ આધારિત સ્કિમ લાવવામાં આવશે. જેના દ્વારા ખેડૂતોને ડિજિટલ અને હાઈ ટેક માહિતી પહોંચાડવામાં આવશે.
ખેડૂતોને ખેતીમાં મદદ થાય તે માટે ડ્રોન ટેક્નોલોજીની મદદ કરાશે. સાથે જ ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશક દવાના છંટકાવને પણ પ્રોત્સાહન આપવમાં આવશે. ખેડૂતોને MSP અંતર્ગત રૂ.2.37 લાખ કરોડની ફાળવણી કરવામાં આવશે. રાજ્યોને એગ્રીકલ્ચર યુનિવર્સિટીને રિવાઈઝ કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે. નાબાર્ડ દ્વારા ખેતી સાથે જોડાયેલા સ્ટાર્ટ અપ અને ગ્રામિણ સાહસોને આર્થિક મદદ કરવામાં આવશે. આ ઉપરાંત ફળ અને શાકભાજીની વેરાયટી માટે પણ પ્રોત્સાહન આપવમાં આવશે.
સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા અડગ નાણા મંત્રી નિર્મલા સિતારમણે ખેડૂતો માટે વિવિધ જાહેરાત કરવાની સાથે ખેડૂતોની આવક બમણી કરવાની વાત પણ કરી હતી. નાણા મંત્રીએ જણાવ્યુ કેસ સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક પર અડગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 કરોડથી વધુ ખેડૂતો અને મહિલાઓના ખાતામાં સીધી નાણાકિય સહાય પહોંચાડી હોવાનું પણ જણાવ્યુ હતુ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
