Team Chabuk-National Desk: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરેલા બજેટમાં ડિજિટલ કરન્સી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નાણાં મંત્રીએ બજેટમાં આરબીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી ડિજિટલ કરન્સી બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રીએ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા ડિજિટલ કરન્સી “ડિજિટલ રૂપી” નાણાકીય વર્ષની શરૂઆતમાં જ લોન્ચ કરવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી.
ડિજિટલ રૂપીને બ્લેકચેન ટેકનોલોજી અને અન્ય ટેકનોલોજી અને અન્ય ટેકનોલોજીના ઉપયોગ દ્વારા રજૂ કરવામાં આવશે. જે ડિજિટલ ઇકોનોમીને મોટુ બુસ્ટ આપવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનાર ડિજિટલ કરન્સી વિશે..
ડિજિટલ કરન્સી શું છે?
કોઈપણ કેન્દ્ર બેંકની ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી કહેવામાં આવે છે. જેને દેશની કેન્દ્રીય બેંક બહાર પાડે છે અને તેને દેશની સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હોય છે. ડિજિટલ કરન્સી દેશની બેન્કની બેલેન્સ શીટમાં પણ સામેલ હોય છે. ડિજિટલ કરન્સી બે પ્રકારની હોય છે. એક રિટેલ અને બીજી હોલસેલ. રિટેઇલ ડિજિટલ કરન્સીનો ઉપયોગ સામાન્ય લોકો અને કંપનીઓ કરે છે. જ્યારે હોલસેલ ડિજિટલ કરન્સીનો ઉપયોગ નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.
ડિજિટલ રૂપીને કાયદાકીય માન્યતા
ભારતીય રિઝર્વ બેંકની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી(CBDC) એક લીગલ ટેન્ડર હશે એટલે કે માન્યતા પ્રાપ્ત કરન્સી હશે. CBDC ને ભારતની કેન્દ્રીય બેંકનું બેકઅપ હશે. જે સામન્ય નાણાંની જેમ જ હશે.. પરંતુ તે ડિજિટલ ફોર્મેટમાં હશે. આપણે સામાન અને અન્ય સેવાઓની બદલ તેની ચુકવણી ડિજિટલ કરન્સીમાં કરી શકીશું. સરળ ભાષામાં કહીએ તો ડિજિટલ કરન્સીનો ઉપયોગ આપણે રૂપિયાની જેમ જ કરી શકીશું.. પરંતુ તેનું ફોર્મેટ ડિજિટલ હશે.
RBI દ્વારા પ્રસ્તાવ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્તાવ મુકાયો છે કે, દેશમાં ડિજિટલ કરન્સીને પણ બેંક નોટની વ્યાખ્યામાં ગણવામાં આવે. આ માટે આરબીઆઇએ કાયદામાં સંશોધન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરન્સીને ટ્રાન્સફર કરવા એક માધ્યમની જરૂરિયાત પડશે.
ક્રિપ્ટોકરન્સીથી ડિજિટલ કરન્સી અલગ
ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટોકરન્સીમાં ઘણો મોટો તફાવત છે. સૌથી મોટો તફાવત તો ડિજિટલ કરન્સી એ દેશની સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોય છે. જે દેશની કેન્દ્રીય બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. આ માટે આમાં જોખમ હોતું નથી. આથી બહાર પાડવામાં આવેલા દેશમાં ખરીદી માટે તેનો ઉપયોગ કરી શકે છે. ક્રિપ્ટોકરન્સી એક ઓપન ડીજીટલ એસેટ છે તે કોઈ પણ દેશ અથવા કોઈપણ ક્ષેત્રે સરકારના અધિકાર ક્ષેત્ર તથા કંટ્રોલમાં નથી. બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી વિકેન્દ્રિય છે. તેનો કોઈ પણ સરકાર કે સરકારી સંસ્થા સાથે સંબંધ નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
