Homeગુર્જર નગરીગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Team chabuk-gujarat desk: રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે રાજ્યની વિજય રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે રાજ્યમાં યોજાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે જ્યારે ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હોસ્પિટલોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. ત્યારે આ કપરા સમયગાળામાં આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર હતી પરંતુ પરીક્ષા યોજવી કે કેમ તે અંગે આજે રાજ્ય સરકારે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓને હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે. આગામી 10મી મે થી 25 મે દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની હતી. જો કે હવે તેને મોકૂફ રાખી દેવામાં આવી છે.

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર આગામી 15મી મેના રોજ કોરોના સંક્રમણની સ્થિતિની પુનઃ સમીક્ષા કરશે અને પરિસ્થિતિઓને આધારે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની નવી તારીખો જાહેર કરશે.

નવી તારીખો જાહેર થવાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવામાં આવશે તેવું પણ રાજ્ય સરકારે નક્કી કર્યું છે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને મોકૂફ રખાઈ છે જ્યારે ધોરણ 1 થી 9 અને ધોરણ 11ની પરીક્ષા રદ કરીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારે નિર્ણય લીધો છે. એટલે કે ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને આ વર્ષે પરીક્ષા આપ્યા વિના જ આગળના ધોરણમાં જવા દેવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments