Team Chbauk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં જ્યારે કોરોનાની પ્રથમ લહેર આવી ત્યારે કેસની સંખ્યા એટલી નહોતી. સમગ્ર ભારતમાં લોકડાઉન રહ્યું ત્યાં સુધી જૂનાગઢ એવા જિલ્લામાં સમાવિષ્ટ થતું હતું જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હોય. કેન્દ્ર સરકાર દ્વારા પણ તેની પ્રશંસા થતી હતી. જોકે હવે બીજી લહેરમાં આ શહેર પણ અજગર ભરડામાં આવી ગયું છે. ત્યારે અન્ય શહેરોની માફક જ જૂનાગઢના મેંદરડામાં પણ વેપારીઓ દ્વારા અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
આ અંગે જૂનાગઢના વેપારી મંડળ દ્વારા તારીખ 14થી તારીખ ત્રીસ સુધી અડધો ટક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના આધારે સવારથી બપોરના બે વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. એ પછી જડબેસલાક બંધ. મેડિકલ અને દૂધની દુકાનો ખુલ્લી રખાશે. જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.
જૂનાગઢમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને નાથવા માટે લોકો અને વેપારીઓ દ્વારા અડધો ટક જ દુકાનો ખુલ્લી રાખવી અને અવર જવરનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોરોનાના કેસને વધતા અટકાવી શકાય. જો આવનારા સમયમાં સંક્રમણને અટકાવવા માટે અહીં લોકો પોતાનો સામાજીક ફાળો નહીં આપે તો સંક્રમણ વધવાની શક્યતાને નકારી નહીં શકાય. જેથી મેંદરડા દ્વારા સમૂળગો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ પણ મેંદરડા શનિવારના રોજ બંધ રાખવામાં આવ્યું હતું અને તેનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે લોકો સહિતના અગ્રણીઓને આશા છે કે તમામ શહેરીજનો પણ અડધો દિવસ લોકડાઉનમાં કદમ સાથે કદમ મિલાવી ચાલશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત