Team Chabuk-Gujarat Desk: કોરોના વાઈરસની બીજી લહેર વચ્ચે દિલ્હીવાસીઓનો શનિવાર અને રવિવાર કર્ફ્યૂમાં પસાર થશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારના રોજ બપોરે આ વાતની ઘોષણા કરી હતી. તેમણે પ્રેસવાર્તા કરી અન્ય કેટલાક નિયમોની પણ જાહેરાત કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પણ સ્થિતિ કાબુમાં છે. દિલ્હીની હોસ્પિટલમાં બેડની અછત નથી. અરવિંદ કેજરીવાલના જણાવ્યા અનુસાર, ‘‘રાજધાની દિલ્હીની હોસ્પિટલોમાં 5000થી વધારે ખાટલા ખાલી છે. જો કેટલીક હોસ્પિટલોમાં ખાટલા ભરાઈ ગયા છે અને તમે એ જ હોસ્પિટલોમાં દાખલ થવા માગો છો તો જ મુશ્કેલી છે.’’
સીએમ કેજરીવાલે કહ્યું કે, બીમાર વ્યક્તિને બેડ મળી જવો જોઈએ. એ માંગ ન કરો કે મારે એ જ હોસ્પિટલમાં જવું છે. તમારો મુખ્યમંત્રી હોવાના નાતે હું કહું છું કે બેડ છે જ. સવારથી કેટલીય મીટીંગો થઈ રહી છે. અમે ઓક્સિજન વધારવાની કોશિશ કરી રહ્યા છીએ. જેથી લોકોનો સમયસર ઈલાજ થઈ શકે.
કેજરીવાલે કહ્યું કે, કોરોનાના વધતા કેસને લઈને તેના ટ્રાન્સમિશનની ચેઈન તોડવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ માટે વીકેન્ડમાં દિલ્હીમાં કર્ફ્યૂ લાગશે. બાકીના દિવસોમાં લોકોને કામ પર જવાનું હોય છે. પણ વીકેન્ડમાં લોકો એવા કામ માટે નીકળે છે જેને રોકી શકાય છે.
મુખ્યમંત્રીએ વિવાહ પ્રસંગોને લઈને કહ્યું કે, ‘અમે નથી ઈચ્છતા કે કોઈના લગ્ન ટાળવામાં આવે. આવા લોકો કર્ફ્યૂ પાસ માટે એપ્લાય કરી શકે છે. પણ મોલ, જીમ, સ્પા બંધ રહેશે. સિનેમા હોલ 30 ટકાની કેપેસિટી પર ચાલશે. રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કરવાની પરવાનગી નહીં હોય. હોમ ડિલીવરીની અનુમતિ રહેશે.’
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આ તમામ નિર્ણયો દિલ્હીના લોકો માટે અને તેમના પરિવાર માટે છે. આ સાથે જ મુખ્યમંત્રીએ લોકોનો સહયોગ માગ્યો છે.
વાત જો દિલ્હીની કરવામાં આવે તો અહીં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વીતેલા 24 કલાકમાં રાજધાની દિલ્હીમાં 17 હજાર 282 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. 104 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના વધતા કુલ નોંધાયેલા કેસની સંખ્યા 7 લાખ 67 હજાર સુધી પહોંચી ગઈ છે.
મૃતકોનો કુલ આંકડો 11,540 છે. સાત લાખથી વધારે લોકોને આ મહામારીમાંથી દિલ્હીની સરકારે બચાવી પણ લીધા છે. જોકે પ્રતિદિન રિકવર થનારા દર્દીઓની સંખ્યા અડધી છે. આ કારણે જ દિલ્હીમાં કોવિડ-19 રિકવરિ રેટ 92 ટકાએ આવી ગયો છે. થોડા સમય પહેલા આ રિકવરિ રેટ 99 ટકા સુધીનો હતો. રાજધાનીમાં મહામારીનો મૃત્યુદર 1.5 ટકા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત