Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં આવેલ પેટ્રોલપંપ/ગેસ ફિલીંગ સ્ટેશનો, હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, રેસ્ટોરન્ટો, દુકાનો, ઉપર ગાડીઓના નંબરો સ્પષ્ટ રીતે વંચાય તેમજ વ્યક્તિઓનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય અને તેનું મોનિટરીંગ થઈ શકે તેવા હાઇડેફીનેશન સીસીટીવી કેમેરા લગાડવા જણાવ્યું છે. આ કેમેરાના બેકઅપ/રેકોર્ડીંગ ઓછામાં ઓછા 30 દિવસ સુધી જાળવવા સહિત વિવિધ નિયંત્રક સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય છે. આ જાહેરનામાનું તા.20 સપ્ટેમ્બર-2021 સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
વાહન વેચાણકારો, ગેરેજવાળા અને ભંગારીયાઓએ નિયમોનું પાલન કરવું
અસામાજિક અને આતંકવાદી પ્રવૃત્તિઓની શક્યતા ટાળવા શહેર પોલીસ કમિશનરે કાયદાની જોગવાઇઓ અનુસાર બહાર પાડેલા જાહેરનામા દ્વારા તેમની હકુમત હેઠળના વિસ્તારોના વાહન વિક્રેતાઓ, ગેરેજવાળાઓ અને વાહનો તોડવાનો વ્યવસાય કરતા ભંગારીયાઓએ પાળવાના નિયમો અને જાળવવાના દસ્તાવેજો નક્કી કર્યા છે. આ જાહેરનામા હેઠળ સંબંધિતોએ ડી.સી.બી. પોલીસ મથકમાંથી એન.ઓ.સી. મેળવવુ અને ઠરાવેલી કાર્યવાહી ફરજિયાત કરવી જરૂરી છે. તાત્કાલિક અસરથી તા.20 સપ્ટેમ્બર-2021 સુધી તે અમલમાં રહેશે અને તેનું ઉલ્લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.
મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓને માટે સૂચના
શહેર પોલીસ કમિશનર વડોદરાએ વડોદરા શહેરના વિસ્તારમાં તમામ મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓને મોબાઇલ લેતા અથવા વેચતા પહેલા, ખરીદનાર અથવા વેચનારના ફોટા ઓળખકાર્ડ સાથેનું રજિસ્ટર નિભાવવા હુકમ કર્યો છે. આ હુકમ તા.20 સપ્ટેમ્બર-2021 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ વિસ્તારમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ
શહેર પોલીસ કમિશનરએ જેલવાસ ભોગવતા અંતેવાસીઓ દ્વારા અનિચ્છનીય પ્રવૃત્તિઓ થતી અટકાવવાની પૂર્વ તકેદારીના રૂપમાં કાયદાની જોગવાઇઓ પ્રમાણે જાહેરનામું બહાર પાડ્યુ છે. તેના દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલ અને તેની પ્રિમાઇસીસમાં, ફરજ પરના અધિકારીઓના અપવાદો સિવાય, મોબાઇલ ફોન, સીમ કાર્ડ કે આઇપેડ રાખવા, તેનો ઉપયોગ કરવા કે આવા ઉપકરણો સાથે જેલ પ્રવેશ કરવાની મનાઇ ફરમાવી છે. તાત્કાલિક અસરથી તા.20 સપ્ટેમ્બર-2021 સુધી તે અમલમાં રહેશે. તેનું ઉલ્લંઘન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.
સિક્યુરિટી કંપની માટે નિયમો
પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સીના હથિયારધારી અને બિન હથિયારી ચોકિયાતો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાના હેતુસર શહેર પોલીસ કમિશનરે કાયદાની જોગવાઇઓ પ્રમાણે જાહેરનામું બહાર પાડયું છે. તેના દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોના ખાનગી સિક્યોરિટી સંસ્થા સંચાલકોને 9 ખાનાના નિર્ધારિત પત્રકમાં પરપ્રાંતિય બિન હથિયારી અને હથિયારી ચોકિયાતોની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. એસ.ઓ.જી. શાખા અથવા સબંધિત પોલીસ સ્ટેશન વેરીફિકેશન માટે જણાવે ત્યારે સંબંધિત સશસ્ત્ર ચોકિયાત અને શસ્ત્ર પરવાનો તથા શસ્ત્ર ચકાસણી કરનારી સંસ્થાઓ સમક્ષ હાજર થવું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત