Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી એક ખાનગી ઓફિસનો કર્મચારી ઓફિસના લોકરમાંથી 47 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન 47 લાખ લઈને ભાગી જનાર કર્મચારી સીટીએમ પાસેથી ઝડપાઈ ગયો હતો. તપાસ કરતાં આરોપી પાસેથી 38 લાખ રૂપિયા રોડકા, એક લેપટોપ સહિત 41 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ચોંકાવનારી વાત એ છે કે, આરોપી રૂપિયાની ચોરી કરીને મોજશોખ કરવા માટે ફ્લાઈટમાં બેસીને દિલ્હી ઉપડી ગયો હતો અને બે દિવસ ઓફિસના ચોરેલા પૈસે મોજ શોખ કર્યા હતા. આ આરોપીનું નામ મનિષકુમાર સુરેશકુમાર શર્મા હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના સીટીએમ ખાતેથી વડોદરા જઈ રહ્યો હતો ત્યારે તેને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી મનિષકુમાર શર્માને પકડી તેના પાસેથી 38 લાખ, એક લેપટોપ, 3 મોબાઈલ, ઈલેક્ટ્રોનીક સામાન સહિત કુલ 41.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પુછપરછમાં બહાર આવ્યું હતુ કે, પોતે હિરાભાઈ માર્કેટમાં આવેલી સરોગી સુપર સેલ્સ પ્રા.લી.માં છેલ્લા સાત વર્ષથી નોકરી કરતો હતો. ઓફિસની તમામ પૈસાની લેવડદેવડનું કામ કરતો હતો.
આ દરમિયાન અચાનક પૈસાની જરૂર પડતા રાત્રિના સમયે કંપનીના લોકરમાં રાખેલા 47 લાખ જેટલી રકમની ચોરી કરી હતી. આ ચોરીના પૈસાથી તેણે કાંકરીયા ખાતેના ક્રોમાના શોરૂમમાંથી આઈફોન-13 તથા સેમસંગ કંપનીના કી-પેડવાળો મોબાઈલ ફોન, જેબીએલ સ્પીકરની ખરદી કરી હતી. બ્રાન્ડેડ કપડાની પણ ખરીદી કરી હતી. ફ્લાઈટ મારફતે દિલ્હી ફરવા માટે ગયો હતો. બે દિવસ રોકાયો હતો અને બાદમાં અમદાવાદ પરત આવ્યો હતો. મુંબઈ થઇને ગોવા ખાતે જતો રહ્યો હતો અને અમદાવાદ પરત આવી વડોદરા એક્સપ્રેસ હાઈવે સીટીએમ ઉભો હતો ત્યા પોલીસે તેને પકડી પાડ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
