Team Chabuk-Saurashtra Desk: પેટ્રોલ અને ડિઝલ કેટલું મોંઘું થઈ ગયું છે ? મફતમાં તો કોઈ આપવાનું નથી પણ સૌરાષ્ટ્રના રાજકોટમાં એક કાર ચાલક મફતમાં પેટ્રોલ ભરાવી રફુચક્કર થઈ ગયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો એ વાતનો પૂરાવો છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવે લોકોની કમર ભાંગી નાખી છે, પરંતુ પેટ્રોલ પુરાવ્યા બાદ ચાલક ભાગ્યો કેમ? આટલી મોટી કાર હતી તો શું તેની પાસે પૈસા નહોતા? કે મોંઘી કાર હતી પણ મોંઘુ પેટ્રોલ ચૂકવવાના પૈસા નહોતા? આ તમામ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો જામનગર રોડ પરનો હોવાની માહિતી મળી છે. જામનગર રોડ પર આવેલી ધ ગ્રાન્ડ મુરલીધર હોટલ પાસેના હિતરાજ પેટ્રોલપંપમાં ગુરુવારે રાતે એક કાર પેટ્રોલ-ડીઝલ પૂરાવવા આવે છે. ફિલરમેન કારમાં બળતણ ભરી આપે છે.

જેવી ફિલરમેનની કામગીરી પૂર્ણ થાય છે અને તે પાછું વળી પેટ્રોલનો પાઈપ તેની જગ્યાએ મૂકવા જાય છે કે કાર ચાલક ફિલ્મી સ્ટાઈલે કારને દોડાવી જાય છે. ફિલરમેન મફતમાં પેટ્રોલ પૂરાવી ભાગેલા આ યુવાનને પકડવા પાછળ દોડે છે પણ કાર રફુચક્કર થઈ જાય છે. જોકે હસાવતો આ વીડિયો ખરેખર તો લોકો પેટ્રોલ-ડિઝલના ભાવથી કેટલા વ્યાકુળ છે તેનો પૂરાવો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
