Homeદે ઘુમા કેફરી મેદાનમાં ઉતર્યો ઋષભ પંત, અકસ્માત બાદ પહેલીવાર બેટિંગ કરતા પંતનો વીડિયો...

ફરી મેદાનમાં ઉતર્યો ઋષભ પંત, અકસ્માત બાદ પહેલીવાર બેટિંગ કરતા પંતનો વીડિયો વાયરલ

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટર ઋષભ પંત ફરી એકવાર મેદાને ઉતર્યો છે. મેદાને ઉતરતા જ ફેન્સે તેનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. અકસ્માત બાદ હાલ પંત એકદમ સ્વસ્થ થઈ ગયો છે અને તે ભારતીય ટીમમાં વાપસી કરવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પંતનો અકસ્માત થયો હતો. જે બાદ તે ક્રિકેટથી દૂર હતો.
તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે તે આવતા વર્ષે રમાનારી મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે. આ દરમિયાન પંતનો એક વીડિયો સામે આવ્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઋષભ પંત બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. પંતે લગભગ આઠ મહિના સુધી મેદાનથી દૂર રહ્યા બાદ હવે ફરી વાપસી કરી છે. મળતી માહિતી મુજબ પંત હાલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે. તે ઝડપથી સ્વસ્થ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા માટે આ સારા સમાચાર છે.

દિલ્હીમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પંત મેદનામાં ઉતરતાજ ચીસો પડવા લાગે છે. બેટિંગ કરવા જતી વખતે તે પહેલાં મેદાનને નમન કરે છે. ત્યારબાદ આગળ વધે છે. ઋષભ પંત ક્રિઝ પર પોતાના અંદાઝમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે, પંત વર્લ્ડ કપ 2023 સુધી ફિટ નહીં હોય પરંતુ ભારતીય ટીમ વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે ત્યારે તે ફરીથી ભારતીય ટીમનો હિસ્સો હશે.

Rishabh Pant ComeBack

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments