Homeગુર્જર નગરીસાળાની હત્યાનો આરોપી બનેવી પત્નીની સામે જ પ્રેમિકાને આપતો ગીફ્ટ, પ્રેમિકા સાથેના...

સાળાની હત્યાનો આરોપી બનેવી પત્નીની સામે જ પ્રેમિકાને આપતો ગીફ્ટ, પ્રેમિકા સાથેના ફોટો વાયરલ

Team Chabuk Gujarat desk: સુરતના કતારગામ વિસ્તારમાં નંદનવન સોસાયટીમાં સાળાની હત્યા કરનારા આરોપી મહેશ ઝાંઝમેરા અને તેની પ્રેમિકાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આરોપી મહેશ ઝાંઝમેરાના અનૈતિક સંબંધોના કારણે જ ઝઘડો લોહિયાળ બન્યો હતો. વારંવાર બેન સાથે ઝઘડા થતાં હોવાથી બંને સાળા બંનેવીને સમજાવવા ગયા હતા. આ દરમિયાન ઝઘડો ઉગ્ર બનતા આરોપી મહેશે બંને સાળા પર તલવારથી હુમરો કરી દીધો હતો. આ ઘટનામાં તેના એક સાળાનું મૃત્યું થયુ હતું.

સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ

આરોપી મહેશ ઝાંઝમેરાના કાળા કારનામાઓ બહાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મહેશ અને તેની પ્રેમિકાના આપત્તીજનક સ્થિતિમાં ફોટો વાયરલ થઈ રહ્યા છે જેના કારણે તેના પર સોશિયલ મીડિયા પર તેની આકરી નિંદા થઈ રહી છે.

પત્નીની સામે જ થતી ગીફ્ટની આપ-લે

મહેશ ઝાંઝમેરાના લગ્ન પ્રિતી નામની યુવતી સાથે થયા હતા. શરૂઆતમા બંનેનું લગ્નજીવન સારુ ચાલ્યું. બંનેના દાંપત્યજીવનમાં ત્રણ સંતાનનો પણ છે. જો કે,  થોડા સમયથી મહેશનો સ્વભાવ બદલાયો હતો. મહેશની આંખો દિપાલી નામની એક મહિલા સાથે મળી ગઈ હતી જેથી તે પ્રિતીને છોડી તેની પાછળ પાગલ થયો હતો. એટલું જ નહીં આ ત્રણ સંતાનોનો નફ્ફટ પિતા પોતાની પત્નીને છોડીને દિપાલી નામની યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો. આ માટે તેણે પ્રિતી સાથે છુટાછેડા લેવાનું પણ વિચારી લીધુ હતું.  એટલું જ નહીં એવો પણ દાવો છે કે, પોતાની પત્નની સામે જ આરોપી મહેશ દિપાલી સાથે ફરતો, તેના માટે ગીફ્ટ પણ લાવતો અને પત્નીની સામે જ પ્રેમિકા સાથે ગીફ્ટની આપલે કરતો હતો.

મહેશ ઈચ્છતો હતો છુટાછેડા

આરોપી મહેશની પ્રેમિકા પણ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી પરંતુ પ્રિતી મહેશને છુટાછેડા આપતી ન હતી.મહેશની પ્રેમિકાએ મહેશના ગામમાં જ અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. જો કે મહેશ સાથે પ્રેમ સંબંધમાં આવ્યા બાદ તેણે પતિને છોડી દીધો હતો. આમ પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં યુવતીએ પતિને છોડી દીધો હોવાની માહિતી સામે આવતા યુવતી પર પણ અનેક આરોપ લાગી રહ્યા છે.

પ્રિતીએ નોંધાવી હતી ફરિયાદ

પ્રિતી પર સાસરિયામાં ત્રાસ વધવા લાગતા પ્રિતીએ ગત આઠમી ડિસેમ્બરે પતિ મહેશ અને સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધવી હતી. આ વિવાદ ચાલી રહ્યો હતો એવામાં પ્રિતીના પરિવારના લોકો મહેશના ઘરે પહોંચ્યા હતા જ્યાં ઝઘડો થતાં એ ઝઘડો હત્યામાં પલટાયો હતો.

જયેશના હાથમાંથી તલવાર લઈ કર્યો હતો હુમલો

દાવો છે કે, પ્રિતીનો ભાઈ જયેશ તલવાર લઈને બનેવી મહેશના ઘરે પહોંચ્યો હતો. જયેશ સાથે તેનો અન્ય ભાઈ નિતેશ અને તેની પત્ની પણ હાજર હતા. જયેશના હાથમાં તલવાર જોઈ મહેશ અને તેના પરિવારે તેમના પર હુમલો કરી દીધો હતો. મહેશે જયેશની તલવાર લઈને જ જયેશ પર હુમલો કરી દીધો હતો. મહેશે જયેશ ઉપરાંત નીતેશ  પર પણ તલવારથી હુમલો કર્યો હતો. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન જયેશે દમ તોડ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments