Team Chabuk-Sports Desk: પૃથ્વી શોની કેપ્ટન ઈનિંગ અને વિકેટકિપર આદિત્ય તારેની તોફાની સેન્ચુરીની મદદથી મુંબઈએ વિજય હજારે ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. મુંબઈની સામે ઉત્તર પ્રદેશ ફાઈનલમાં હતું જેને ધમરોળી મુંબઈ વિજય બન્યું. રવિવારે યોજાયેલી વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં મુંબઈએ ઉત્તર પ્રદેશની ટીમ દ્વારા આપવામાં આવેલ 312 રનનાં લક્ષ્યને ચાર વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધું હતું. આ સાથે જ મુંબઈની ટીમ ચોથી વખત વિજય હજારે ટ્રોફી જીતવામાં સફળ થઈ છે. આ જીત સાથે જ પૃથ્વી શો અંડર-19 વિશ્વકપ અને વિજય હજારે ટ્રોફી જીતનારો પ્રથમ કેપ્ટન બની ગયો છે.
Mumbai Won by 6 Wicket(s) (Winners) #UPvMUM @paytm #VijayHazareTrophy #Final Scorecard:https://t.co/wqWS43I551
— BCCI Domestic (@BCCIdomestic) March 14, 2021
મુંબઈની જીતમાં 21 વર્ષીય ખેલાડી અને કેપ્ટન પૃથ્વી શોનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સિઝનમાં પૃથ્વી શોએ કુલ ચાર સેન્ચુરી ફટકારી હતી અને 827 રન બનાવ્યા હતાં. ફાઈનલમાં પણ તેણે બેટથી ઉત્તર પ્રદેશની ટીમને પરેશાન કરી હતી અને માત્ર 39 બોલમાં 73 રન બનાવી નાખ્યાં હતાં.
દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ઉત્તર પ્રદેશે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઉત્તર પ્રદેશની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. માધવ કૌશિક (158) અને સામર્થ સિંહ (55) સાથે મળીને 122 રનની ભાગીદારી નોંધાવી હતી. આ બંને સિવાય અક્ષદીપ નાથે 40 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના સહારે ઉત્તર પ્રદેશની ટીમે 50 ઓવરમાં 312 રન જેવો મજબૂત સ્કોર બનાવ્યો હતો.
લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમે ઝડપથી રન બનાવવાની શરૂઆત કરી દીધી હતી. કેપ્ટન પૃથ્વી શો અને યશસ્વી જાયસ્વાલે 10 ઓવરમાં પ્રથમ વિકેટે 89 રનની ભાગીદારી નોંધાવી હતી. શોએ ફરી તોફાની ઈનિંગ રમી હતી અને પોતાની હાફ સેન્ચુરી પૂર્ણ કરી હતી.
આ બંને ખેલાડીઓના આઉટ થયા બાદ વિકેટકિપર બેટ્સમેન આદિત્ય તારેએ ઈનિંગને આગળ ધપાવી હતી. આદિત્ય 107 બોલમાં 118 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. છેલ્લે શિવમ દૂબેએ રનની ગતિમાં વધારો કરતા 28 બોલમાં 42 રન ફટકારી દીધા હતા. અંતિમ 51 બોલ રહેતા મુંબઈની ટીમે નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું.
અત્યાર સુધીની વિજય હજારે ટ્રોફીની વાત કરવામાં આવે તો તમિલનાડુએ સૌથી વધારે પાંચ વખત ખિતાબ મેળવ્યો છે. એ પછી કર્ણાટક અને મુંબઈએ ચાર ચાર વખત આ ટ્રોફી મેળવી છે. ઉત્તર પ્રદેશ 16 વર્ષ બાદ વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં પહોંચી હતી, પણ તે ફાઈનલને જીતમાં પરિવર્તિત નહોતી કરી શકી. અત્યાર સુધી ટ્રોફી જીતનારી ટીમની નીચે સુચી આપી છે.
| વર્ષ | વિજેતા ટીમ |
| 2002-03 | તમિલનાડુ |
| 2003-04 | મુંબઈ |
| 2004-05 | તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ |
| 2005-06 | રેલવે |
| 2006-07 | મુંબઈ |
| 2007-08 | સૌરાષ્ટ્ર |
| 2008-09 | તમિલનાડુ |
| 2009-10 | તમિલનાડુ |
| 2010-11 | ઝારખંડ |
| 2011-12 | બંગાળ |
| 2012-13 | દિલ્હી |
| 2013-14 | કર્ણાટક |
| 2014-15 | કર્ણાટક |
| 2015-16 | ગુજરાત |
| 2016-17 | તમિલનાડુ |
| 2017-18 | કર્ણાટક |
| 2018-19 | મુંબઈ |
| 2019-20 | કર્ણાટક |
| 2020-21 | મુંબઈ |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત