Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી સામે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આરોપસર યુવકે આત્મવિલોપનનો...

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી સામે પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આરોપસર યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી વધી રહી હોવાની રાવ ઉઠવા પામી છે. જિલ્લામાં ઠેર ઠેર ગેર કાયદેસર કામો થઈ રહ્યા હોવાના આરોપો થઈ રહ્યા છે. ખનીજ ચોરી, દારૂની હેરફેર, જુગારધામને લઈને તંત્ર સામે અનેક વખત સવાલો ઉભા થયા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આજે એક યુવકે ગુનાખોરી અટકાવવા પોલીસ નિષ્ક્રિય હોવાના આરોપ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી ગુનાખોરીને લઈને આજે સુરેન્દ્રનગરના એક યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. અનિલ રાઠોડ નામના યુવકે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમયસર પોલીસ કાફલો પહોંચી યુવકને આત્મવિલોપન કરતાં રોક્યો હતો.

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર અનિલ રાઠોડ નામના યુવકનો આરોપ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન ગુનાખોરી વધી રહી છે. જિલ્લામાં ગેરકાયદે કામો વધી રહ્યા છે. અનિલ રાઠોડે ખનીજ ચોરી, દારૂનો વેપલો, જુગારધામ વગેરે જેવા ગુનાખોરીના કામને લઈને તંત્ર સામે આક્ષેપો કર્યા છે. યુવકનું કહેવું છે કે જિલ્લામાં ઠેર ઠેર ખનીજ ચોરી થઈ રહી છે. દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. જુગારધામ ચાલી રહ્યા છે. ત્યારે આ પ્રકારના ગુનાઓ સામે પોલીસ વિભાગ કોઈ પગલાં ન ભરતું હોવાનું યુવકનું કહેવું છે.

જિલ્લામાં વધી રહેલી ગુનાખોરી સામે પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આરોપ સાથે અનિલ રાઠોલ નામનો આ યુવક છેલ્લા બે દિવસથી ઉપવાસ પર હતો. પરંતુ તેમ છતાં કોઈ પગલાં ન ભરાતા આજે કલેક્ટર કચેરી ખાતે કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકને જોઈને હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પરંતુ યુવક આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. થોડીવાર માટે અફરાતફરીના દ્રશ્યો પણ સર્જાયા હતા. અંતે પોલીસના જવાનોએ યુવકને પકડી લીધો હતો અને ટીંગાટોળી કરીને એમ્બ્યુલન્સમાં બેસાડ્યો હતો. પોલીસે હાલ આ યુવકને આત્મવિલોપન કરતાં અટકાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments