Team Chabuk-National Desk: રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોહટન પોલીસ મથક વિસ્તારમાં પારિવારિક સંબંધોને લાંછન લાગ્યું છે. અહીં જીજાએ જ પોતાની સગીર વયની સાળીની સાથે બળાત્કાર કર્યો અને બાદમાં તેના અશ્લિલ ફોટોગ્રાફ અને વીડિયો બનાવ્યા. સગીર સાળી પોતાનું મોઢું ન ખોલે આ માટે જીજાએ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે વિકૃત માનસિકતા ધરાવતા આ સાળાને સનેપાત જાગતા બાદમાં સગીર સાળીના અંગત વીડિયો અને ફોટોગ્રાફ વાઈરલ કરી દીધા.
બાડમેર જિલ્લાના ચૌહટન વિસ્તારની આ ઘટના છે. ત્રણ મહિના પહેલા આ ઘટના બની હતી અને બાદમાં હોળીના દિવસે ઢાંઢા જીજાએ વીડિયો અને ફોટોગ્રાફ વાઈરલ કરી દીધા હતા. આ સમગ્ર ઘટના વિષે માહિતી આપતા સગીરના માતા પિતાએ જણાવ્યું કે, ત્રણ મહિલા પહેલા જમાઈ તેમના ઘરે આવ્યો હતો અને તેણે સગીર સાળીની સાથે ખોટું કામ કર્યું હતું. એ પછી તેણે ધમકી આપી હતી કે કોઈને આ વાત કહી તો તેનાથી ખરાબ કોઈ નથી થાય.
પોલીસે આ સમગ્ર ઘટનામાં ઢાંઢા જીજા વિરૂદ્ધ કેસ ફાઈલ કર્યો છે અને સગીરની મેડિકલ રિપોર્ટ કરાવ્યા બાદ નિવેદન પણ નોંધી લીધું છે. હાલ આરોપી પોલીસના સકંજામાંથી ફરાર છે; જેથી તેને શોધવા માટે પોલીસની ટીમ પણ બનાવવામાં આવી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું છે કે, આરોપીને ટૂંક સમયમાં જ ઝડપી લેવામાં આવશે.
આ અંગે પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, ત્રણ મહિના પહેલા તેનો જીજો તેના ઘરે આવ્યો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ચોહટન પોલીસ મથકના અધિકારી ભુટારામે પણ આ સમગ્ર વાત જણાવતા કહ્યું છે કે, પીડિતાએ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી જે પછી આરોપીને પકડવા માટે પોલીસ ટૂકડીનું ગઠન કરવામાં આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત