Homeગુર્જર નગરીચોટીલાના આ ગામમાં ઘરે ઘરે સૂંડલા ભરાઈ એટલી ઈયળો નીકળી પડી

ચોટીલાના આ ગામમાં ઘરે ઘરે સૂંડલા ભરાઈ એટલી ઈયળો નીકળી પડી

Team Chabuk-Gujarat Desk: પરમ દિવસે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કબ્રસ્તાનની પાછળ આવેલા ઝૂંપડપટી વિસ્તારમાં સર્પે એક નવ વર્ષની બાળાનો જીવ લઈ લીધો જ્યારે તેનો ભાઈ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ચોમાસાના આરંભે જ ઝેરીલા જીવજંતુઓ દેખા આપી રહ્યા છે ત્યારે આનાથી વિપરિત અને બિહામણી પરિસ્થિતિ તો ચોટીલા પંથકના આ ગામની છે.  

જાણે કોઈ અંગ્રેજી ફિલ્મની વીએફએક્સનું દૃશ્ય હોય એવું ચોટીલા પંથકનું જાનીવડલા ગામ ભેંકાર ભાસી રહ્યું છે. અહીં ગ્રામજનો માટે ચોમાસામાં ઈયળો માથાનો દુખાવો બની ગઈ છે. જે પણ ઘરને જુઓ ત્યાં ઈયળ દિવાલ ઉપર કાં તો જમીન પર ચાલતી જોવા મળે છે. ગ્રામજનો આ ઈયળોથી પરેશાન થઈ ગયા છે. સરકારી તંત્રને અવાર નવાર રજૂઆત કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું કહ્યું પણ કશું ન થતાં આખરે લોકો રોષે ભરાયા છે.

ચોમાસામાં વરસાદની સાથે નીકળી પડતા જીવડા એ માથાનો દુખાવો બની જાય છે. સાપ જેવા અસંખ્ય સરિસૃપો અને વીંછી જેવા ઝેરીલા જનાવરો તો નીકળે જ છે પણ સૌથી વધારે ઈયળો નીકળે છે. ગામડામાં હજુ પણ આવી ઈયળોનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. ચોટીલા પંથકમાં આવેલું જાનીવડલા ગામ તો આ ઈયળોના સકંજામાં આવી ગયું છે. આ ગામના રહેવાસીઓને સવારે ઉઠીને બીજા કોઈનું નહીં પણ ઈયળનું જ મોઢું જોવું પડે છે. ઘરે ઘરે ઈયળોનાં ઝૂંડના ઝૂંડ ખાબકી ચૂક્યા છે.

ગ્રામ્યજનો માટે સૌથી સમસ્યા તો એ છે કે રસોઈ બનાવતી વેળાએ મહિલાઓએ ઈયળ ભોજનમાં ન પડી જાય આ માટે બાજ નજર રાખવી પડે છે. આ પહેલા પણ સરકારી તંત્રને ગ્રામ્યજનો દ્વારા રજૂઆત કરી ઈયળોની સમસ્યાને નાબુદ કરવા માટે કહેવામાં આવ્યું હતું જોકે સરકારી તંત્રના પેટનું પાણી નહોતું હલ્યું. હવે ફરી ચોમાસાની સિઝન આવી ગઈ છે ત્યારે ઘરે ઘરે સૂંડલા ભરાઈ તેટલી ઈયળો નીકળી પડી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments