Homeગુર્જર નગરીરાજકોટ: સંભોગ દરમિયાન પતિ પત્નીના ગુપ્તાંગમાં બટકા ભરતો, પરિણીતાએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

રાજકોટ: સંભોગ દરમિયાન પતિ પત્નીના ગુપ્તાંગમાં બટકા ભરતો, પરિણીતાએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં એક પરિણીતા અને તેના દારૂડિયા પતિનો કિસ્સો સમગ્ર પંથકમાં ચર્ચાએ ચડ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ પત્નીએ પતિ પર આક્ષેપ લગાવતા પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેનો પતિ મદ્યપાન કરી તેની સાથે વિચિત્ર શારીરિક સંબંધ બાંધતો હતો. તેના ગુપ્તાંગના ભાગે બટકા ભરતો હતો. થોડા દિવસ પહેલા જ તેણે પત્નીને કહ્યું હતું કે, ‘તારી સાથે હવે મજા નથી આવતી.’

સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં એક પરણીતાએ ફિનાઈલ ગટગટાવી લેતા તેણીને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ વાતની જાણ જ્યારે પોલીસને થઈ તો તે તાત્કાલિક મહિલાનું નિવેદન લેવા માટે પહોંચી ગઈ હતી. જેમાં સાસુ, પતિ અને નણંદની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પરિણીતાનો ભૂતકાળ કંઈક એવો છે કે સત્તર વર્ષની વયે તેના પ્રથમ લગ્ન થયા હતા. જોકે તેનો પતિ કોઈ અન્ય મહિલા સાથે ભાગી જતાં આખરે છૂટાછેડા લેવાની નોબત આવી પડી હતી. એ પછી મહિલાએ બીજા લગ્ન ઉપલેટાના માંડાસણ ગામ ખાતે રહેતા વ્યક્તિની સાથે કર્યા હતા. જોકે મહિલાના નસીબમાં સુખ નહોતું લખ્યું. તેનો બીજો પતિ તેને દારૂ પી માર મારતો હતો. આથી ફરી તેને છૂટાછેડા લેવાની ફરજ પડી હતી. આખરે તેણે ત્રીજી વખત પણ લગ્ન કર્યા. તેનો ત્રીજો પતિ વિચિત્ર માગણીઓ કરતો હતો જેનાથી પરિણીતા પરેશાન રહેતી હતી.

આ વિચિત્ર માગણીઓમાંથી એક સરાજાહેર થઈ ગઈ છે. પંદર દિવસ પહેલા તેનો ત્રીજો પતિ દારૂના નશામાં ધૂત થઈને આવ્યો હતો. પરિણીતા સાથે શરીરસુખ માણતાં માણતાં તે ગુપ્તાંગના ભાગે એટલા જોરથી બટકા ભરવા લાગ્યો કે પરિણીતાને બીજા દિવસે અસહ્ય દુખાવો થયો. આ પીડામાંથી મુક્તિ મેળવવા માટે પરિણીતાએ પતિને ડોક્ટર પાસે લઈ જવાનું કહ્યું પણ પતિ ન આવ્યો. છેલ્લે પરિણીતા એકલી જ ડોક્ટરની પાસે ગઈ હતી. તેને ગુપ્તાંગના ભાગે રસી થઈ ગયા હતા.

આમ છતાં તેનો પતિ તેના પર ત્રાસ ગુજારતો હતો. આખરે કોઈ રસ્તો ન જડતા પરિણીતાએ કંટાળીને ફિનાઈલ ગટગટાવી લીધું હતું. તેને તાત્કાલિક શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણે નણંદ અને સાસુ વિરૂદ્ધ પણ આક્ષેપો કર્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments