Homeગુર્જર નગરીસલૂન માલિકે ઘરમાં ઘૂસી અસ્ત્રા વડે બે બાળકોનું ગળું કાપ્યું, આરોપીનું પોલીસે...

સલૂન માલિકે ઘરમાં ઘૂસી અસ્ત્રા વડે બે બાળકોનું ગળું કાપ્યું, આરોપીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું

Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશના બદાયુની બાબા કોલોનીમાં મંગળવારે બે સગા ભાઈઓની રેઝર વડે ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. 14 અને 6 વર્ષના બાળકની એક યુવકે બેરહેમીથી હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ પોલીસે થોડા કલાકો પછી રાત્રે કાર્યવાહી કરતા એક આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.
પોલીસની ટીમે એક શકમંદને પકડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસ પર ગોળીબાર કર્યો. જવાબી ગોળીબારમાં એક બદમાશને ગોળી વાગી હતી. તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી મુજબ બાબા કોલોનીમાં રહેતા વિનોદ કુમાર વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. તે અહીં તેમની પત્ની સંગીતા અને બાળકો સાથે રહે છે. સંગીતા ઘરે જ પોતાનું બ્યુટી પાર્લર ચલાવે છે. આ સમયે વિનોદ કોઈ કામ અર્થે બહાર ગયો હતો. તેમને 3 બાળકો છે. આ બે બાળકો આયુષ (14) અને અન્નુ ઉર્ફે હની (6) હતા. ઘરની સામે જ સાજિદ અને જાવેદ સલૂન ચલાવે છે. આ બંનેનો વિનોદના પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો.

મંગળવારે મોડી સાંજે સાજીદ અને જાવેદ વિનોદના ઘરે આવ્યા હતા. તેમની દુકાન સામે હોવાથી તેઓ પરિવારને ઓળખતા હોવાથી કોઈએ ધ્યાન આપ્યું ન હતું. સાજીદ અને જાવેદ સીધા વિનોદના ઘરના બીજા માળે ગયા. સંગીતા તેના પાર્લરમાં નીચે હતી. જ્યા ટેરેસ પર આરોપીઓએ તેમના ત્રણ બાળકો પર રેઝર વડે હુમલો કરવાનું શરૂ કર્યું. જેમાં આયુષ અને હનીનું મોત થયું હતું. જ્યારે ત્રીજો બાળક પિયુષ ઘાયલ થયો હતો. તેના હાથમાં ઈજા થઈ હતી.

બૂમો સાંભળીને પરિવારના સભ્યો અને આસપાસના લોકો ઉપરના માળે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયા હતા. બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ આરોપીની દુકાન સળગાવી દીધી હતી.

up

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments