Homeગામનાં ચોરેEncounter Specialist Pradeep Sharmaને બોમ્બે હાઈકોર્ટે ફટકારી આજીવન કેદની સજા

Encounter Specialist Pradeep Sharmaને બોમ્બે હાઈકોર્ટે ફટકારી આજીવન કેદની સજા

Team Chabuk-National Desk: જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને (Pradeep Sharma) બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના (lakhan bhaiya) ફેક એન્કાઉન્ટર કેસમાં પ્રદીપ શર્માને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય હતો. તેનું એન્કાઉન્ટર મુંબઈના વર્સોવામાં નવેમ્બર 2006માં કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આ એન્કાઉન્ટર ફેક હોવાનું જાણવા મળ્યું હતું. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ ગૌરીની ડિવિઝલ બેન્ચે 13 અન્ય લોકોની આજીવન કેદની સજાને યથાવત રાખી, જે નીચલી કોર્ટે સંભળાવી હતી. તેમાંથી એક પ્રદીપ સૂર્યવંશી પણ છે,તેઓ પણ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે.

આ લોકો પર આરોપ હતો કે તેમણે લખન ભૈયાનું નવી મુંબઈના વાશી વિસ્તારમાંથી અપહરણ કર્યું હતું. લખનનો મિત્ર અનિલ ભેડા પણ ઝડપાયો હતો. આ કેસમાં કોર્ટે 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે બે લોકો સામેનો કેસ બંધ કરી દેવામાં આવ્યો છે, હાઈકોર્ટમાં અપીલ ચાલી રહી હતી ત્યારે આ લોકોના મોત થયા હતા. 12 જુલાઈ 2013ના રોજ મુંબઈ સેશન્સ કોર્ટે આ કેસમાં પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ પ્રદીપ સૂર્યવંશી સહિત અન્યને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

pradeep sharma

વકીલ રાજીવ ચવ્હાણના જણાવ્યા અનુસાર, લખન ભૈયા અને તેના પાર્ટનર અનિલ ભેડાને પોલીસે વાશીમાં તેમના ઘરેથી ઉપાડી લીધા હતા. ત્યારબાદ 11 નવેમ્બર 2006ના રોજ એક ફેક એન્કાઉન્ટરમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ સિવાય પોલીસે દાવો કર્યો હતો કે લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય હતો. તે સમયે લખન ભૈયા સામે હત્યા, ખંડણી અને હત્યાના પ્રયાસના અનેક કેસ નોંધાયેલા હતા. આ મામલામાં લખન ભૈયાના ભાઈ રામપ્રસાદ ગુપ્તાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પર કોર્ટે નકલી એન્કાઉન્ટરના આરોપોની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments