Homeગુર્જર નગરીવલસાડમાં પ્રેમિકાને ચાર્જર આપવા આવેલા પ્રેમીને પરિવારજનોએ લમધારી નાખ્યો

વલસાડમાં પ્રેમિકાને ચાર્જર આપવા આવેલા પ્રેમીને પરિવારજનોએ લમધારી નાખ્યો

Team Chabuk-Gujarat Desk: પ્રેમમાં તો શું નું શું થઈ જાય. આવી કંઈ કેટલીય વાતો અને સમાચારો તમે સાંભળ્યા હશે પણ કોઈ દિવસ ચાર્જર માટે પ્રેમીની પીટાઈ થતી જોઈ છે? આ કિસ્સો વલસાડમાં બન્યો છે. વલસાડમાં અડધી રાત્રે પ્રેમીકાને ચાર્જર આપવા માટે ગયેલા પ્રેમીને પરિવારજનોએ લમધારી નાખ્યો હતો. પરિવારજનોનાં હાથમાં આવી ગયેલ આશિકના હાડકાં ખોખરા કરી નાખ્યાં હતાં જેથી ત્યાંથી સીધા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લાના ડુંગરી નજીકનો આ બનાવ છે. આ સમગ્ર ઘટનાની શરૂઆત બેટરીથી થાય છે. મોબાઈલમાં પ્રેમીની પ્રેમિકા સાથે મીઠી મીઠી વાતો ચાલી રહી હતી ત્યારે વાતો વાતોમાં બેટરી ડાઉન થઈ ગઈ. પ્રેમિકાએ પ્રેમીને અડધી રાત્રે ઘર પર બોલાવ્યો હતો. જેથી પ્રેમી પોતાની ફરજના ભાગરૂપે પ્રેમિકાને ચાર્જર આપવા માટે આવ્યો હતો.

પ્રેમિકાની વાત માની પ્રેમી મારતે ઘોડે ચાર્જર આપવા માટે ઘર બાજુ આવી ગયો હતો. જોકે તેનો પાસો ઉલટો પડી ગયો હતો. રાતના ઘરની નજીક આવતા પ્રેમિકાના પરિવારજનોની ઉંઘ ઉડી ગઈ હતી અને બેટરી આશિક હાથમાં આવી ગયો હતો. આ સમગ્ર હકીકતની પરિવારજનોને જાણ થતાં તેમણે પ્રેમીને લમધારી નાખ્યો હતો. તેને ઠેર ઠેર માર પડ્યો હતો. બાદમાં તેને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હાલ તો પ્રેમીએ પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર  વલસાડમાં બેટરી માટે થયેલી આ માથાકૂટ ચર્ચાસ્પદ બની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments