Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં દુષ્કર્મ અને મહિલા અત્યાચારના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. સતત પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. હવે સુરતમાં સગીરા જ્યાં કામ કરતી હતી ત્યાંના માલિકે જ નજર બગાડતા તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સુરતના વેડરોડ શિવછાયા સોસાયટીમાં કાપડ ઉપર સ્ટોન ચોંડાડવાનું હાથવણાટનું કામ કરતી સગીરાના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી સગીરા ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ સુરતના વેડરોડ શિવછાયા સોસાયટીમાં રહેતો રમેશ ઉર્ફ રામલો ઉર્ફે રામ ભરત પાંડવ સોસાયટીની મહિલાઓને હાથવણાટનું કામકાજ પોતાના ખાતામાં અપાવતો હતો. આ રમલાની દાનત 17 વર્ષની એક કન્યા ઉપર બગડી હતી. રમલાએ તેની માતાને આર્થિક મદદ થશે તેવી વાતો કરી હતી અને સગીરાને પણ હાથવણાટનું કામ કરવા માટે પોતાના ખાતામાં બોલાવી લીધી હતી. જોકે રમલાનો મકસદ કાંઈક નોખો હતો. તેની આંખોમાં હવસના સાંપોલિયા રમી રહ્યા હતા.
સગીરા કામ કરવા આવી જતા રમલો પોતાની નિયત પર આવી ગયો હતો અને સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરથી સગીરા પોતાનું મોઢું ન ખોલે આ માટે પરિવારના લોકોને જાનથી મારી નાખીશની ધમકી આપી લુખ્ખાગીરી બતાવતો હતો.
પાણી માથા માથેથી ચાલ્યું ગયું હતું. દુષ્કર્મને લઈ હેરાન થઈ ગયેલી સગીરાએ આખરે માતા પિતાને આખી વાત કહી દીધી હતી અને રમલાની બાજી બગડી ગઈ હતી. પરિવારના લોકોએ સગીરાને ફરિયાદ કરવાનું કહેતા આખરે કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસે આ બાબતે રમેશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને તેની મેડિકલ તપાસની કાર્યવાહી ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત