Team Chabuk-Gujarat Desk: નાની-નાની વાતમાં ઘર કંકાસના અનેક બનાવો બનતાં રહે છે. ત્યારે વલસાડના વાપીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વાપીના છીરીમાં રહેતી મહિલાએ ભોજનમાં ગરમ રોટલી ન આપતાં ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને ગાળો આપી ઢીકા મુક્કાનો માર માર્યા હતો અને બાદ કપાળના ભાગે લાકડી મારી ફરાર થઈ ગયો હતો. પતિના મારથી ઈજાગ્રસ્ત થયેલી મહિલાને પાડોશીઓએ હોસ્પિટલમાં ખસેડી હતી અને પત્નીએ પતિ વિરુદ્ધ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો અનુસાર, વાપીના છીરી જલારામનગર ગુપ્તા ભવનની બાજુમાં લક્ષ્મીબેન અનિલ સરજી રાજભર ઉ.વ.32 નામની મહિલા પતિ અને ત્રણ પુત્રી સાથે રહે છે અને પતિ અનિલ મજૂરી કામ કરે છે. રવિવારે રાત્રે પતિ કામ પરથી ઘરે આવ્યો હતો અને પત્ની અને બાળકો સાથે જમવા માટે બેઠો હતો. તે દરમિયાન પતિ અનિલે પત્નીને ગરમ રોટલી આપવા જણાવ્યું હતું. તેથી પત્નીએ રોટલી ગરમ જ હોવાનું કહ્યું હતું. આટલું જ કહેતા પતિનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો અને ભોજનની થાળીને લાત મારી હતી. જેથી પત્નીએ કહ્યું હતું કે, થાળીને શું કામ લાત મારો છો. જેથી પતિ વધુ તપી ગયો ગયો અને ઉશ્કેરાઈ જઈને પત્નીને ગાળો આપી ઢીકા મારતા મારતા એક લાકડાનો દંડો લઈ કપાળના ભાગે મારતા પત્ની લોહીલુહાણ થઈ ગઈ હતી.
બુમાબુમ કરતા આજુબાજુના માણસો આવી જતા પતિએ કહેલ કે, આજે તો સોસાયટીના લોકો ભેગા થઈ જતા તુ બચી ગઈ છે. ફરીવાર લડાઈ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી પતિ ત્યાંથી નીકળી ગયો હતો. જે બાદ 108 મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેણે પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિ સામે આઇપીસી કલમ 323, 325, 504 અને 506(2) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
