Homeગુર્જર નગરીહમણાં કેશોદ એરપોર્ટનું ઉદ્ધાટન આ કારણે નહીં થાય, દિલ્હીથી નવી તારીખ આવે...

હમણાં કેશોદ એરપોર્ટનું ઉદ્ધાટન આ કારણે નહીં થાય, દિલ્હીથી નવી તારીખ આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરો

Team Chabuk-Gujarat Desk: કેશોદ એરપોર્ટનું (Keshod Airport) ઉદ્ધાટન ક્યારે કરવામાં આવશે એ પ્રશ્ન પણ ગૂંચવાયેલો છે. મોટા ઉપાડે કેશોદનું એરપોર્ટ ફરી શરૂ થશે તેવી જાહેરાત તો કરી દેવામાં આવી પણ પછી હતા ત્યાં ના ત્યાં, કારણ કે 12મી માર્ચના રોજ કેશોદ એરપોર્ટનું ઉદ્ધાટન હતું અને 13મી માર્ચના રોજ પ્રથમ ફ્લાઈટ ઉડાન ભરવાની હતી. રિપોર્ટ્સ મળી રહ્યા છે હાલ તો ઉદ્ધાટન થવાનું નથી.

ઉડ્ડયન મંત્રી શ્રીમાન જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે આ એરપોર્ટનું ઉદ્ધાટન (Keshod Airport) કરવાનું હતું. કાર્યક્રમ રદ્દ કરવામાં આવતા કેશોદની જનતા અને આગેવાનો નારાજ થયા છે. એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટરનું આ અંગે કહેવું છે કે હવે પછી દિલ્હીથી નવી તારીખ નક્કી થશે. અનુમાન સેવવામાં આવી રહ્યું છે કે વર્તમાન સમયે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પાંગરેલું છે. જેના કારણે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારત પરત લાવવાની કામગીરીમાં ઉડ્ડયન મંત્રી વ્યસ્ત છે. બીજી તરફ આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થવાનું હોવાથી પણ એરપોર્ટના ઉદ્ધાટનનો કાર્યક્રમ અભેરાઈ પર ચડ્યો હોય તેવું તારણ નીકળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કેશોદ એરપોર્ટનું 21 વર્ષ બાદ શ્રી ગણેશ થવાનું હતું. આ માટે કેટલાય આગેવાનોએ ભૂતકાળમાં રજૂઆત કરી હતી. અંતે નરેન્દ્ર મોદીની સરકારના ઉડ્ડનય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરપોર્ટ શરૂ થવાને લીલી ઝંડી આપતા કેશોદ અને સોરઠમાં વસવાટ કરતી જનતા ખુશખુશાલ થઈ હતી. હવે તેમની ખુશીને થોડા દિવસ માટે ગ્રહણ લાગ્યું છે. નવી તારીખની પ્રતીક્ષા કરો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો઼

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments