Homeગુર્જર નગરીપ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ સુરતના હીરા ઉદ્યોગકાર અને બિલ્ડરોને ત્યાં...

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ સુરતના હીરા ઉદ્યોગકાર અને બિલ્ડરોને ત્યાં IT વિભાગના દરોડા

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાંની સાથે જ આવક વેરા વિભાગ હરકતમાં આવી ગયું છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે જ આવક વેરા વિભાગે સુરતમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. વહેલી સવારે 6 વાગ્યાથી જ આવક વેરા વિભાગની ટીમે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. આવક વેરા વિભાગે સુરતમાં હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા છે.

આવક વેરા વિભાગની ટીમે અંદાજે 20 જેટલી જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા છે. હાલ સુરત સહિત મુંબઈમાં પણ આ દરોડાનો રેલો પહોંચ્યો છે.

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ સુરતમાં ઈન્કમટેક્સ વિભાગ સક્રિય થઈ ગયો છે. વહેલી સવારે છ વાગ્યાથી આઈટીની ટીમો ત્રાટકી છે. હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે 20થી વધુ સ્થળો પર આઈટીની ટીમો દ્વારા રેડની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો છે.

હીરા ઉદ્યોગકારોને ત્યાં રેડ પડી હોવાનું સામે આવતાં જ ઉદ્યોગકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ધાનેરા ડાયમંડ કંપની અને તેમની સાથે સંકળાયેલાને ત્યાં વહેલી સવારે છ વાગ્યાથી આઈટીની ટીમ દ્વારા રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

હીરાની સાથે સાથે આઈટી વિભાગ દ્વારા બિલ્ડરલોબીને પણ આવરી લેવામાં આવી છે. રમેશ ચોગઠ નામના બિલ્ડરને ત્યાં પણ રેડની કામગીરી કરવામાં આવી છે, જેથી દિવાળી બાદ બિલ્ડિંગ વ્યવસાયમાં જોવા મળી રહેલી તેજીની સામે રેડથી ડરનો માહોલ પેદા થયો છે.

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા અને અરવિંદ ધાનેરા તરીકે ઓળખાતા ધાનેરા ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ વીડિયો અને હિંમતભાઈને પણ ઝપેટમાં લેવામાં આવ્યા છે. ત્રણેયનાં રહેઠાણ ઉપરાંત ઓફિસો તથા બિલ્ડિંગ સાઈટોને પણ દરોડામાં આવરી લેવામાં આવી છે. 20 જેટલાં સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

સુરત શહેરમાં વેસુથી લઈને હીરા ઉદ્યોગકારોનાં ઘર અને બિલ્ડરની ઓફિસથી લઈને ઘર સુધીનાં અલગ અલગ અંદાજે 20થી 22 કરતાં વધુ સ્થળો પર રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાનના બીજા જ દિવસે દરોડા પડતાં લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. લોકો કહી રહ્યા છે કે આ વખતે બિલ્ડરલોબી અને હીરા ઉદ્યોગકારો દ્વારા યોગ્ય રીતે સાથ ન આપ્યો હોવાથી તેમના પર રેડ પડી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments