Homeદે ઘુમા કેધોનીની ટીમમાં નહીં જોવા મળે આ સ્ટાર ખેલાડી, IPLમાં સૌથી વધુ વિકેટ...

ધોનીની ટીમમાં નહીં જોવા મળે આ સ્ટાર ખેલાડી, IPLમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો છે રેકોર્ડ

Team Chabuk-Sports Desk: IPLની આગામી સિઝન પહેલા મીની ઓક્શન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ પહેલા આઈપીએલની તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી પણ જાહેર કરી દીધી હતી. આ દરમિયાન હવે અનેક સ્ટાર ખેલાડીઓ IPL રમવા માટે પોતાના નામ રજીસ્ટર કરી ચૂક્યા છે. જો કે, આ માહિતી વચ્ચે એક નામ એવું પણ છે જે આગામી સિઝનમાં મહેન્દ્રસિંઘ ધોનીની ટીમમાં જોવા નહીં મળે.

સ્ટાર ખલાડી ડ્વેન બ્રાવો ધોનીની ટીમમાં જોવા નહીં મળે. અગાઉ મોટી રકમથી CSKએ ઓક્શનમાં ખરીદ્યો હતો. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન મીની ઓક્શન માટે કર્યુ છે. જેમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા પણ વધારે છે. આગામી 23 ડિસેમ્બરે કોચીમાં થનારા મીની ઓક્શન માટે ખેલાડીઓની નોંધણીની યાદી પણ જાહેર કરી દેવાઈ છે.

ગત સિઝનમાં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે ડ્વેન બ્રાવોને 4.40 કરોડમાં ખરીદ્યો હતો. વર્ષ 2011થી બ્રાવો ચેન્નાઈની ટીમમાં રમી રહ્યો છે. જોકે બ્રાવોને ચેન્નાઈની ટીમે રિલીઝ કરી દીધો છે અને મીની ઓક્શન માટે બ્રાવોએ પોતાનુ નામ નોંધાવ્યુ નથી.

ડ્વેન બ્રાવો ચેન્નાઈ સુપર કિંગ્સનો જ નહીં પરંતુ સમગ્ર IPLનો પણ સ્ટાર ખેલાડી રહ્યો છે. તેણે પોતાના બોલિંગ પ્રદર્શન વડે આકર્ષણ જમાવ્યુ છે. ચેન્નાઈને પોતાના પ્રદર્શન વડે 3 વાર ટીમને ચેમ્પિયન બનાવવાનું યોગદાન આપ્યુ છે. ટૂર્નામેન્ટમાં બ્રાવોએ સૌથી વધારે 180થી વધુ વિકેટ ઝડપી છે. જ્યારે ગત વર્ષે આઈપીએલ 2022માં તેણે 10 મેચો રમીને 18.69ની સરેરાશથી 16 વિકેટ ઝડપી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments