Team Chabuk-Gujarat Desk: મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગોરીસણા પાસે રિક્ષા- કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 3 લોકોના મોત થયા છે. આ ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે ત્રણેય મૃતકો ખેરાલું બાળાપીરના ઠાકોર વાસનાં રહેવાસી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સ્થળ પર જ ભાવેશ ઠાકોરનું મોત નીપજ્યુ હતુ. જ્યારે હીરાબેન ઠાકોર અને રમેશજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ત્રણ લોકોનાં મોત નીપજતા બધા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. આ ત્રણેય મૃતકો ખેરાલું બાળાપીરના ઠાકોર વાસનાં રહેવાસી છે. આ મોતના સમાચાર આવતાની સાથે આખા ઠાકોરવાસમાં સન્નાટો છવાઇ ગયો હતો.
રિક્ષામાં બેઠેલા બીજા ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ ગોઝારા અક્સમાતમાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે તો અન્ય બે વ્યક્તિઓનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
