Homeદે ઘુમા કેVIDEO: મેદાનમાં ઋષભ પંત પર ભડક્યો વિરાટ કોહલી, વીડિયો વાયરલ

VIDEO: મેદાનમાં ઋષભ પંત પર ભડક્યો વિરાટ કોહલી, વીડિયો વાયરલ

Team Chabuk-Sports Desk: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ વિરુદ્ધ ઢાકા ટેસ્ટ મેચના બીજા દિવસે વિરાટ કોહલી રિષભ પંત પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે દોડવા બાબતે બોલાચાલી થઈ હતી અને વિરાટ કોહલી રન આઉટ થવાથી બચી ગયો હતો. આ કારણે તે પંત પર ગુસ્સે થઈ ગયો અને તેની સામે તાકી રહ્યો હતો.

પ્રથમ દિવસના 19/0ના સ્કોરથી આગળ રમતા ભારતને 14મી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો જ્યારે કેએલ રાહુલ 27ના સ્કોર પર માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શુભમન ગિલ પણ 16મી ઓવરમાં 38ના સ્કોર પર 20 રન બનાવીને આઉટ થયો હતો. છેલ્લી મેચમાં શાનદાર બેટિંગ કરનાર ચેતેશ્વર પૂજારા પણ માત્ર 24 રન બનાવીને 72 રનના સ્કોર પર આઉટ થયો હતો.

રન આઉટથી બચ્યા બાદ વિરાટ કોહલી ઋષભ પંત તરફ જુએ છે

પુજારાના આઉટ થયા બાદ રિષભ પંતને બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન કોહલી અને પંત વચ્ચે રન લેવાને લઈને ગેરસમજ થઈ હતી. લંચ પહેલા, કોહલીએ મિડ-ઓન તરફ મેહિદી હસન મિરાજને રમીને ઝડપી સિંગલ રન લેવાનો પ્રયાસ કર્યો. જોકે પંતને રન લેવામાં રસ ન હતો અને તેણે વિરાટ કોહલીને પરત મોકલી દીધો હતો. કોહલી ઘણો આગળ આવી ગયો હતો અને આ કારણોસર તેણે ક્રિઝ પર પાછા આવવા માટે ડાઇવ કરવી પડી હતી અને તે રનઆઉટ થતા બચી ગયો હતો. આ પછી તેણે ઋષભ પંત તરફ જોયું અને તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી.

જોકે, વિરાટ કોહલી આ લાઈફલાઈનનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને 73 બોલમાં માત્ર 24 રન જ બનાવી શક્યો હતો. તસ્કીન અહેમદના એક સરસ બોલ પર તે આઉટ થયો અને ભારતીય ટીમને ચોથો ઝટકો લાગ્યો. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી છે પરંતુ બાંગ્લાદેશે આ મેચમાં ટીમને જોરદાર ટક્કર આપી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments