Team Chabuk-Sports Desk: IPL 2023માં ઈંગ્લેન્ડના ઈંગ્લિશ ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. ફ્રેન્ચાઇઝીઓએ ઇંગ્લેન્ડના ખેલાડીઓ પર ઘણા પૈસા ખર્ચ્યા અને તેમને પોતાની ટીમમાં લેવા માટે તમામ રેકોર્ડ તોડી નાખ્યા. ઈંગ્લેન્ડના માત્ર ત્રણ ખેલાડીઓને 48 કરોડ રૂપિયા મળ્યા છે. ભલે તે મીની હરાજી હોય પણ તેમાં ઈંગ્લિશ ખેલાડીઓએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સૈમ કરનને ખરીદવા માટે તેની બે જૂની ટીમો પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે લાંબી લડાઈ ચાલી હતી, જેમાં પંજાબનો વિજય થયો હતો. આ સાથે, સૈમ કરન આ લીગમાં સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. પંજાબ કિંગ્સે તેને 18.50 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો છે અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. બેન સ્ટોક્સ માટે આઈપીએલમાં આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. અગાઉ વર્ષ 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સે તેને 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એક સમયે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હતો.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર બ્રુકને હરાજીમાં ઘણી ટીમો વચ્ચે બિડિંગ યુદ્ધ થયું અને પછી તે સનરાઇઝર્સ હૈદરાબાદ પહોંચ્યો. હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સાથેની નિકટની લડાઈ જીત્યા બાદ બ્રુકને રૂ. 13.25 કરોડમાં સાઈન કર્યો હતો.
ત્રણ ખેલાડીઓ ખૂબ ઊંચા ભાવે વેચાયા બાદ કેટલાક ખેલાડીઓ નીચા ભાવે પણ વેચાયા હતા. આઈપીએલમાં માત્ર એક જ મેચ રમનાર લેગ સ્પિનર આદિલ રાશિદને સનરાઈઝર્સ હૈદરાબાદે બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. ફાસ્ટ બોલર રીસ ટોપલીને પણ આઈપીએલનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. ટોપલી, જેની મૂળ કિંમત રૂ. 75 લાખ હતી, તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 1.90 કરોડમાં ખરીદ્યો હતો. આક્રમક બેટ્સમેન ફિલિપ સોલ્ટને પણ તેની બેઝ પ્રાઈસમાં વેચવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સે સોલ્ટને રૂ. 2 કરોડમાં ખરીદ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત