Team Chabuk-Sports Desk: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યુ હતું. બીજી ઇનિંગમાં ભારતીય ટીમ મેદાન બેટિંગ માટે ઉતરી અને 9 ઓવરની રમત પુરી થઇ હતી ત્યારે મેદાન પર ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો, આ પછી આઉટફિલ્ડ અને ગ્રાઉન્ડ રિપોર્ટ ખરાબ રહ્યો હતો, એમ્પાયરે આનુ ધ્યાન રાખતા ત્રીજી અને અંતિમ ટી20ને ટાઇ જાહેર કરી હતી.
મેચ ટાઇ થઇ
વરસાદના કારણે મેચ ફરીથી શરૂ ન હતી થઇ શકી. આ કારણે એમ્પાયરે ડકવર્થ લૂઇસના નિયમો પ્રમાણે આ મેચને ટાઇ જાહેર કરી હતી. આમ પણ સીરીઝની પહેલી મેચ વરસાદને ભેટ ચઢી ચૂકી હતી, અને આ બીજી મેચ પણ વરસાદના કારણે અડધેથી ધોવાઇ ગઇ હતી.
ભારત-ન્યૂઝિલેન્ડ મેચની સ્થિતિ
ત્રીજી ટી20 મેચમાં કીવી ટીમના કેપ્ટન ટિમ સાઉથીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. જ્યારે ભારતીય ટીમને પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતુ, આજની મેચમાં કીવી ટીમની કમાન ટિમ સાઉથની હાથમાં હતી. જ્યારે બીજી ઇનિંગમાં કીવી ટીમ તરફથી આપવામાં આવેલા 161 રનોના ટાર્ગેટનો પીછો કરવા ભારતીય ટીમ ઉતરી, તે સમયે વરસાદ નહતો, આ મેચમાં ભારતની શરૂઆત એકદમ ખરાબ રહી, અને 9 ઓવરની રમત બાદ વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે મેચ 9 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 75 રન પર પહોચી હતી, અને બાદમાં મેચ ફરી શરૂ થઇ શકી ન હતી, આ દરમિયાન ક્રિઝ પર કેપ્ટન હાર્દિક પંડ્યા 18 બૉલમાં 30 રન અને દીપક હુડ્ડા 9 બૉલમાં 9 રન બનાવીને રમી રહ્યાં હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
