Homeતાપણુંદેહગામના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાયા, કોંગ્રેસનું રાજકારણ...

દેહગામના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાયા, કોંગ્રેસનું રાજકારણ પાંચ પાંડવોના ઈશારે ચાલતું હોવાનો આરોપ

Team Chabuk-Political Desk: આજે દેહગામના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ સાથે છેડો ફાડી મોટી સંખ્યામાં સંમર્થકો સાથે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

આજરોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં પૂર્વ લોકસભાના ઉમેદવાર તેમજ કોંગ્રેસના આગેવાન એ.જે.પટેલ, નટુ ઠાકોર, કાનજી ચૌધરી સહિત મહેસાણાના આગેવાનો પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને રજની પટેલના વરદ હસ્તે ખેસ અને ટોપી પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે કોંગ્રેસના મહિલા આગેવાન અને દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાયા છે તેમનું ભાજપના કાર્યકર્તાઓ વતી હ્રદયથી સ્વાગત કરુ છું. કામીનીબા રાઠોડ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભાજપમાં જોડાયા છે. જેમાં દેહગામ તાલુકાના જુદા-જુદા ગામના સરપંચ અને પુર્વ સરપંચો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તે દરેક કાર્યકર્તાઓનું પણ હ્રદયથી સ્વાગત છે. કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાયા પછી આજે દહેગામ મત વિસ્તાર સાચા અર્થમાં કોંગ્રેસ મુકત થયો છે. સરદાર સરોવર ડેમના કામમાં રોડા નાખનાર મેઘા પાટકર જે ગુજરાતની જનતાના વિરોધી છે તેને સાથે રાખી રાહુલ ગાંઘી પદ યાત્રા કરે તેને ગુજરાતની જનતા કચકચાઇ મતદાન કરી કોંગ્રેસને જવાબ આપશે.

કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાયા પછી મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી હું મારા સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ છું અને ભાજપના આગેવાનો અને કાર્યકરોએ અમને પાર્ટીમાં આવકાર્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં સાચા વ્યક્તિઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો હતો અને મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો. ભાજપની એકતા, કાર્યકરોનું મહત્વ અને રાષ્ટ્રવાદની રાજનીતીથી પ્રેરાઇ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાઇ છું. કોંગ્રેસના પ્રમુખ દહેગામનું રાજકારણ જો પાંચ પાડવાનો ઇશારે કરવા માંગતા હોય તો મારો દહેગામનો એક પણ કાર્યકર આ ન ચલાવી લે. દહેગામમાં ભાજપના ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણનો ભવ્ય વિજય થશે તે નિશ્ચિત છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments