Team Chabuk-Sports Desk: ભારત શ્રીલંકાની મેચમાં આંકડાઓનો અનોખો સંયોગ રચાયો છે. આ મેચમાં બંને ટીમમાં આંકડાઓની એવી સામ્યતા રચાઈ જેની ચારે તરફ ચર્ચા છે. મહત્વનું છે કે, બીજી વન ડેમાં શ્રીલંકાએ ભારતને 32 રને હરાવીને ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
શું છે આંકડાઓનો સંયોગ ?
આ મેચમાં 4 અંગનો અદભૂદ સંયોગ રચાયો. મેચના સ્કોરબોર્ડમાં પણ સૌથી વધુ 4 અંક નજરે પડી રહ્યો છે. તેમાં પણ ચાર એવા બેટર 44 બોલ રમીને આઉટ થયા.
કોણ કોણ 44 બોલ રમીને આઉટ થયું ?
કમિંદુ મેન્ડિસ 44 બોલ 40 રન
રોહિત શર્મા 44 બોલ 64 રન
શુભમન ગીલ 44 બોલ 35 રન
અક્ષર પટેલ 44 બોલ 44 રન
આ ઉપરાંત શિવમ દુબે અને અર્શદીપસિંહ 4-4 બોલ રમ્યા.
માત્ર આટલું જ નહીં મેન્ડિસે 4 ચોગ્ગા ફટકાર્યા, રોહિતે 4 છગ્ગા લગાવ્યા જ્યારે અક્ષર પટેલે પણ પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ બાદ પણ 4નો આંકડો સ્કોરબોર્ડ પર વારંવાર જોવા મળ્યો. શ્રીલંકા તરફથી આવિશ્કા ફર્નાન્ડોએ 40 રન બનાવ્યા. સમરવિક્રમા અને વિરાટ કોહલીએ 14-14 રન બનવ્યા. જ્યારે મહમદ સિરાજ પણ 4 રન બનાવીને આઉટ થયો.
એક્સ્ટ્રા રનમાં પણ 4ની ભરમાર !
શ્રીલંકાએ ટોટલ 240 રન બનાવ્યા. જેમાં 24 રન એકસ્ટ્રા મળ્યા. જ્યારે ભારતને બાયના 4 અને વાઈડ બોલના એક્ટ્રા 4-4 રન મળ્યા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત