Homeદે ઘુમા કેIND vs SL: ચાલુ મેચમાં સુંદરને મારવા દોડ્યો રોહિત ! જુઓ વીડિયો

IND vs SL: ચાલુ મેચમાં સુંદરને મારવા દોડ્યો રોહિત ! જુઓ વીડિયો

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા મેદાન પર પોતાની બેટિંગ સાથે સાથે રમૂજ માટે પણ જાણીતો છે. છેલ્લી મેચમાં તેનો અવાજ સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ કરવામાં થયો હતો. જેમાં તે રિવ્યૂ માટે વોશિંગ્ટન સુંદરને કહેતો જોવા મળ્યો હતો કે તમે મારી તરફ શું જોઈ રહ્યા છો?

હવે ફરી એકવાર રોહિત શર્માનો વીડિયો ખુબ જ વાયરલ થયો છે. આ વખતે રોહિત શર્મા વોશિંગ્ટન સુંદરને મારવા દોડ્યો. જો કે, રોહિત ગુસ્સામાં નહીં પરંત મસ્તીના મૂડમાં હતો. રોહિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સને તેનો અંદાજ ખુબજ પસંદ કરી રહ્યા છે.

તમે પણ જોઈ લો આ વીડિયો.


વીડિયોમાં જોઈ શકાય છે કે, સુંદર બોલિંગ વખતે 2-3 વાર અટકી જાય છે. સ્ટેપ્સ ભૂલી જવાને લઈ તેમજ પગ ફસાઈ જવાના કારણે તેને બોલિંગ કરવામાં તકલીફ પડે છે અને રોકાઈ જાય છે. સતત બે વાર થયા બાદ રોહિત શર્મા તેની તરફ હસતા હસતા દોડ્યો હતો.

મહત્વનું છે કે, શ્રીલંકાએ 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 241 રન બનાવવાના હતા. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સિરાજે પહેલા જ બોલ પર પથુમને આઉટ કર્યો હતો. તેના આઉટ થયા બાદ આવિષ્કા અને કુસલે ઈનિંગ સંભાળી હતી. બંનેએ અડધી સદીની ભાગીદારી કરી હતી. સુંદરે આ ખતરનાક ભાગીદારી તોડી હતી.

IND vs SL Rohit Sharma

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments