Homeદે ઘુમા કેવુમન્સ એશિયા કપઃ બાંગ્લાદેશને કચડી ભારત ફાઈનલમાં, બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું

વુમન્સ એશિયા કપઃ બાંગ્લાદેશને કચડી ભારત ફાઈનલમાં, બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું

Team Chabuk-Sports Desk: વુમન્સ એશિયા કપમાં ભારતનો જલવો છે. ભારતે બાંગ્લાદેશના 10 વિકેટ હરાવીને મહિલા એશિયા કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આમ, ભારતે 9મી વખત એશિયા કપની ફાઈનલમાં જગ્યા બનાવી છે.

બાંગ્લાદેશ તરફથી આપવામાં આવેલા 81 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે એક પણ વિકેટના નુકસાન વિના 11મી ઓવરમાં 83 રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. ઓપનર સ્મૃતિ મંધાનાએ નોટઆઉટ 55 રનની ઈનિંગ્સ રમી હતી, જ્યારે શેફાલી વર્માએ 26 રન બનાવીને નોટઆઉટ રહી હતી.

ઓપનર સ્મૃતિ મંધાનાએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મંધાનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં છેલ્લી 9 ઈનિંગ્સમાં 117, 136, 98, 149, 45, 13 અને 55 રન કર્યા છે.

દાંબુલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટીંગ કરતા 8 વિકેટ પર 80 રન બનાવ્યા. ભારત તરફથી રેણુકા સિંહ અને રાધા યાદવે 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં ભારતે 66 બોલ પર 83 રન બનાવીને મેચને પોતાના નામે કરી હતી. ટીમ ઈંડિયાએ અજેય રહેતા ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. મંધાના અને શેફાલીએ ભારતને શાનદાર શરુઆત અપાવી હતી. મંધાનાએ અડધી સદીની ઈનિંગ્સમાં 39 બોલ પર 9 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. શેફાલીએ 28 બોલ પર 2 ચોગ્ગા લગાવ્યા હતા.
ભારતીય ટીમ 9મી વાર મહિલા એશિયા કપની ફાઈનલમાં પહોંચી છે. ટીમ ઈંડિયા 2004, 2005,2006,2008,2012, 2016 અને 2022માં ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત ભારત 2018માં ફાઈનલમાં પહોંચી હતી. ટીમ ઈંડિયા ફરી એક વાર ફાઈનલમાં પ્રવેશ કરી ચુકી છે.

હવે ટીમ ઈંડિયાની ફાઈનલમાં પાકિસ્તાન અથવા શ્રીલંકા સામે ટક્કર થઈ શકે છે. પાકિસ્તાની ટીમ સેમીફાઈનલમાં મેજબાન શ્રીલંકા સાથે ટક્કર થશે. ફાઈનલ મેચ રવિવારે રમાશે.

IND vs BAN (4)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments