Homeદે ઘુમા કેIND vs BAN 1st ODI: ટીમ ઈન્ડિયાએ જીતેલી મેચ હારી, રોમાંચક મેચમાં...

IND vs BAN 1st ODI: ટીમ ઈન્ડિયાએ જીતેલી મેચ હારી, રોમાંચક મેચમાં બાંગ્લાદેશની 1 વિકેટથી જીત

Team Chabuk-Sports Desk: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝની પહેલી મેચ આજે મીરપુરમાં રમાઈ હતી. આ રોમાંચક મુકાબલામાં બાંગ્લાદેશે ભારતીય ટીમને 1 વિકેટથી હાર આપી છે. 187 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત જ ખરાબ થઈ હતી. દીપક ચહરે શાન્તોને પહેલા જ બોલે આઉટ કર્યો હતો. અનામુલ હક પણ 14 રને આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. આ પછી લિટન દાસ અને શાકિબ અલ હસને બાંગ્લાદેશની ઇનિંગને સંભાળી હતી. જોકે સુંદર ત્રાટક્યો હતો અને કેપ્ટન લિટન દાસને 41 રને આઉટ કર્યો હતો. વિકેટકીપર કેએલ રાહુલે શાનદાર કેચ કર્યો હતો. તે વિરાટ કોહલીએ કવર્સ પર શાનદાર કેચ કર્યો હતો. તેના આ કેચના કારણે શાકિબ 29 રનમાં આઉટ થયો હતો.

શાકિબ અલ હસને 38 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. મુશ્ફિકુર રહીમ 45 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદલ્લાહ 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અફીફ હુસૈન 6 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં મેહદી હસને હોશિયારીપૂર્વક બેટિંગ કરી હતી. બાંગ્લાદેશે 9 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે હસને જવાબદારી નિભાવતા 38 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ટીમને જીત અપાવી હતી.

શાર્દૂલ ઠાકુરે શાનદાર બોલિંગ કરી હતી, અને મહમદુલ્લાહને LBW આઉટ કર્યો હતો. તો મોહમ્મદ સિરાજે બીજી સફળતા મેળવતા મુશ્ફિકર રહીમને બોલ્ડ કર્યો હતો. કુલદીપ સેને ખરા સમયે પોતાના ઈન્ટરનેશનલ કરિયરની પહેલી વિકેટ ઝડપતા આફિફ હુસૈનને આઉટ કરીને ભારતને સાતમી સફળતા અપાવી હતી. આ પછી ઓવરના પાંચમા બોલે ઇબાદત હુસૈન હિટ વિકેટ થયો હતો. આમ કુલદીપે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાને આઠમી સફળતા અપાવી હતી. મોહમ્મદ સિરાજે હસન મહમૂદને LBW આઉટ કર્યો હતો.

બાંગ્લાદેશની ટીમે પ્રથમ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશનો આ નિર્ણય તેમના યોગ્ય ઠેરતા તેઓએ ટીમ ઈન્ડિયાને 41.2 ઓવરમાં 186 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 5 વિકેટ ઝડપી હતી. તો ઇબાદત હુસૈને 4 વિકેટ ઝડપી હતી. એક વિકેટ મહેદી હસન મિરાજને મળી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ કેએલ રાહુલ બનાવ્યા હતા. તેણે એકલાએ લડત આપી હતી અને 70 બોલમાં 73 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના બાકીના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા.

ટીમ ઈન્ડિયાની ખરાબ બેટિંગ

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 186 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. રાહુલ સિવાય કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. રાહુલે 70 બોલમાં 73 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ઓપનર રોહિત શર્મા 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 27 રન બનાવીને આઉટ થયો હતો. ધવન 7 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસ અય્યરે 24 રનની ઇનિંગ રમી હતી. વોશિંગ્ટન સુંદર 19 રન બનાવીને આઉટ થયો હતો.

ભારતની વનડે ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.

બાંગ્લાદેશની વનડે ટીમ

નજમૂલ હુસૈન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસેન, મહામુદ્દુલ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, અનામુલ હક (વિકેટકીપર), લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), મુશફિકૂર રહીમ (વિકેટકીપર), નુરુલ હસન (વિકેટકીપર), ઇબાદત હુસેન, હસન મહેમૂદ, મુસ્તફિજૂર રહેમાન, નાસમ અહેમદ, તસ્કીન અહેમદ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments