Homeગામનાં ચોરેVIDEO: જુડવા બહેનોએ એક જ યુવક સાથે કર્યા લગ્ન, વીડિયો સોશિયલ...

VIDEO: જુડવા બહેનોએ એક જ યુવક સાથે કર્યા લગ્ન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના સોલાપુરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહી બે જુડવા બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા છે. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જોડિયા બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કર્યા છે. શુક્રવારે માલશિરસમાં ત્રણેયના લગ્ન થયા હતા. બંને બહેનો IT એન્જિનિયર છે. તેઓ બંને નાનપણથી મિત્રોની જેમ સાથે રહી અને આગળ પણ સાથે રહેવા માગે છે. જેથી બંનેએ અતુલ નામના યુવક સાથે લગ્ન કર્યા.

તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા લોકો પૂછી રહ્યા છે કે શું ખરેખર કાયદાકીય રીતે આ યોગ્ય છે. બીજી તરફ પોલીસે યુવક સામે કેસ નોંધ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બંને બહેનો પિંકી અને રિંકી મુંબઈમાં IT એન્જિનિયર છે. અતુલનો મુંબઈમાં ટ્રાવેલ એજન્સીનો બિઝનેસ છે. પિંકી અને રિંકીના પિતાનું થોડા દિવસ પહેલા મોત થયું હતું. ત્યાર પછી બંને બહેનો માલશિરસ તાલુકામાં આવીને રહેવા લાગી. પિતાના મોત પછી બહેનોની માતા પણ બીમાર રહેવા લાગી. થોડા દિવસ પહેલા તેમની માતાની તબિયત પણ અચાનકથી બગડે છે. ત્યારે અતુલે માતાને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી. ત્યાર પછી અતુલ, પિંકી અને રિંકી વચ્ચે ગાઢ મિત્રતા થઈ. પરિવારની સહમતિથી ત્રણેયના લગ્ન થયા છે. જ્યારે તેમના લગ્નનો વીડિયો વાયરલ થયો ત્યારે એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ પછી પોલીસ સક્રિય થઈ અને વરરાજા વિરુદ્ધ કલમ 494 હેઠળ કેસ નોંધ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments