Homeદે ઘુમા કેપહેલી ટી-20માં ભારતની હાર છતાં ભારતના આ ખેલાડીના થઈ રહ્યા છે વખાણ

પહેલી ટી-20માં ભારતની હાર છતાં ભારતના આ ખેલાડીના થઈ રહ્યા છે વખાણ

Team Chabuk Sports desk: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી ટી-20માં ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે રહાવ્યું છે. 15.3 ઓવરમાં લક્ષ્ય મેળવી લીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 49 રન જેસન રોયે ફટકાર્યા હતા. જ્યારે જોસ બટલરે 28, ડેવિડ મલાને 24 અને જોની બેરિસ્ટોએ 26 રન ફટકાર્યા હતા. મેચ જીતીને ઈંગ્લેન્ડે પાંચ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. જેસન રોય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અર્ધશતકથી ચુકી ગયો હતો. તે 49 રને સુંદરની બોલિંગમાં LBW આઉટ થયો હતો.

આ પહેલાં પ્રથમ બેટિંગ કરતાં ભારતે સાત વિકેટ ગુમાવીને 124 રન કર્યા હતા. ભારતીય ટીમમાં શ્રેયષ, પંત અને હાર્દિક પંડ્યા સિવાય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો ન હતી. શ્રેયસ અય્યરે એક છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 48 બોલમાં 67 રન બનાવ્યા હતા. જ્યારે પંતે 23 બોલ પર 1 છગ્ગો અને 2 ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 21 બોલ પર 1 છગ્ગો અને 1 ચોગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા અને શ્રેયસ અય્યરની પાર્ટનરશીપથી ભારત ઈંગ્લેન્ડને સન્માનજનક લક્ષ્ય આપી શક્યું હતું. શ્રેયસ અને પંડ્યાએ કુલ 54 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી.

વિરાટ કોહલી, શિખર ધવન અને કે.એલ. રાહુલે ફરી એકવાર ભારતીય ફેન્સને નિરાશ કર્યા.  કોહલી શૂન્ય રને આદિલ રશીદનો શિકાર બન્યો હતો. વધુ એક વખત શૂન્ય રને આઉટ થતાં કોહલીના નામે વધુ એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. વિરાટ કોહલી છેલ્લી પાંચ ઈનિંગમાં ત્રીજી વાર શૂન્ય રને આઉટ થયો છે. વિરાટ કોહલી તેની કારકીર્દિમાં કુલ 28 વખત આઉટ શૂન્ય રને આઉટ થયો છે. જેમાં ટી-20માં 3, વન ડેમાં 13 અને ટેસ્ટમાં 12 વખત તે શૂન્ય પર આઉટ થયો છે.

ભારત હાર્યું છતાં પંતના એક શોટ્સે દર્શકોનું દિલ જીત્યું હતું. જે શોટના ખુદ યુવરાજ સિંઘે વખાણ કર્યા છે. યુવરાજે ટ્વીટ કર્યું છે કે, આ નવી પેઢી છે, જે બિલકુલ નિડર છે. રિવર્સ કે કયો શોટ, ખબર નહીં શું કહું આને. પરંતુ ઋષભ પંત સલામ છે તને એક ફાસ્ટ બોલરને આવી રીતે ફટકારવા બદલ. આવી રીતે જ રમતો રહે.

આ ઉપરાંત ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કહ્યું કે, પંત અત્યાર સુધીનો સૌથી મોટો શોટ રમ્યો છે. જે ક્રિકેટ ઈતિહાસમાં ભાગ્યે જ રમાયો હશે.

ભારત તરફથી ચહલ અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ ઝડપી હતી. વધુ એક વિકેટ સાથે ચહલ ભારત માટે ટી-20માં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. ટી-20માં ચહલના નામે કુલ 60 વિકેટ થઈ ગઈ છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 59 વિકેટ લીધી છે.

ભારત પહેલી ટી-20માં હાર્યા બાદ હવે બીજી મેચ પર ફોકસ કરશે. હવે 14 માર્ચે રમાનારી બીજી ટી-20 મેચમાં ભારતીય ટીમને આ મેચની હારને ભૂલાવીને મેદાને ઉતારવું પડશે. 14 માર્ચે ફરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ બંને ટીમ વચ્ચે ટક્કર થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments