Homeગામનાં ચોરેતો પ્રધાનમંત્રી મોટા નેતા બની જશે

તો પ્રધાનમંત્રી મોટા નેતા બની જશે

ગોવાબાપાઃ ચાબુક આજે ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં હતા. વડાપ્રધાને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેમણે સંબોધનમાં આઝાદી બાદ દેશની રક્ષા કરનાર શહીદોને નમન કર્યા હતા. 

વડાપ્રધાને કહ્યું હતું કે આપણે દેશ માટે એક ડગલું આગળ વધીશું તો દેશ 130 કરોડ ડગલાં આગળ વધશે. સંબોધન બાદ વડાપ્રધાને સાબરમતી આશ્રમ ખાતેથી દાંડીયાત્રાને ફ્લેક ઓફ કરાવ્યું હતું. ચાબુક આ દાંડીયાત્રા 21 દિવસ સુધી ચાલશે. 1930માં આજના જ દિવસે ગાંધી બાપુએ દાંડીયાત્રા યોજી હતી. તેની યાદમાં આ દાંડીયાત્રા યોજવામાં આવી રહી છે.

ચાબુક દાંડીકૂચ મામલે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. વાત એવી હતી કે આજે દાંડીયાત્રાની યાદમાં કોંગ્રેસે દાંડીકૂચ કરવાનું આયોજન કરેલું. પરંતુ પોલીસે કોંગ્રેસને દાંડીકૂચ કરવા પરવાનગી નહીં આપેલી. આ મુદ્દે કોંગ્રેસે રાજ્યપાલને પણ પત્ર લખેલો પણ કઈ મેળ પડ્યો નહીં. છતાં કોંગ્રેસ દાંડીકૂચ કાઢવા મક્કમ હતી અને નિર્ધારિત સમયે કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં દાંડીકૂચ ચાલુ કરી. પોલીસ પણ રાહ જોઈને જ બેઠી હતી. જેવા કોંગ્રેસના નેતાઓ નીકળ્યા એ ભેગાં જ અટકાવ્યા. જેથી કોંગ્રેસના નેતાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ. કોંગ્રેસની આ દાંડીકૂચમાં ભાગ લેવા આવેલા ટ્રેક્ટરોની હવા પણ કાઢી નાખવામાં આવી હતી.

અમિતભાઈ ચાવડાએ આરોપ લગાવતા કહ્યું કે સરકાર અમને રોકવા માટે પોલીસનો આશરો લઈ રહી છે. દેશ અંગ્રેજો સામે ઝૂક્યો ન હતો તો આમની સામે પણ નહીં ઝુકે.

પોલીસ કર્મચારીઓએ અટકાયત કરતાં કોંગ્રેસ નેતા પરેશભાઈ ધાનાણી પણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા. પરેશભાઈએ તો પોલીસને કહી દીધું કે, આવું જ રહેશે તો તમારા દીકરા ગુલામ બનશે.

ગરમી વધશે

ચાબુક ચૂંટણી ગઈ ને સાથે સાથે ઠંડી પણ ગઈ હો. હવે ગરમીમાં બફાવાના દિવસો આવી રહ્યા છે તૈયાર રહેજે. ગુજરાતમાં પાંચ દિવસ પછી ગરમી વધવાની છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જશે. હાલની જ વાત કરું તો અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રીએ પહોંચી ગ્યું છે.

કેરળ કોંગ્રેસને વધુ એક ઝટકો

ચાબુક કેરળમાં કોંગ્રેસને કરંટ ઉપર કરંટ લાગી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં જેમ એક પછી એક ટીએમસી નેતા ભાજપમાં જોડાતા હતા તેમ હવે કેરળમાં પણ શરૂઆત થઈ ગઈ છે. બે દિવસ પહેલાં કેરળ કોંગ્રેસના મોટા નેતા પી.સી.ચાકોએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. હવે આજે વધુ એક વિકેટ પડી છે. કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ સચિવ વિજયન થોમસ ભાજપમાં જોડાઈ ગયા છે.

સુખબીરસિંહની પ્રધાનમંત્રીને સલાહ

એક વખતના ભાજપના સહયોગી પાર્ટીના નેતા એવા સુખબીરસિંહ બાદલે પ્રધાનમંત્રી મોદી અને ખેડૂત આંદોલનને લઈને નિવેદન આપ્યું છે. સુખબીરસિંહે પ્રધાનમંત્રીને સંબોધીને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂત આંદોલન પરત લેશે તો મોટા નેતા બની જશે. તેમણે કહ્યું કે, દરેક પ્રધાનમંત્રીથી કોઈ ને કોઈ ભૂલ થતી હોય છે. ભૂલ સ્વીકારે તે મોટા વ્યક્તિ કહેવાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments