Team Chabuk-Sports Desk: ભારત અને યજમાન ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ ટ્રેટ બ્રિઝ ખાતે રમાય રહી છે. ઈંગ્લેન્ડ પોતાની બીજી ઈનિંગમાં 303 રનના સ્કોર પર આઉટ થઈ હતી. એ રીતે ભારતને હવે મેચ જીતવા માટે 209 રનની આવશ્યકતા છે. ભારતે સ્ટમ્પ સુધી એક વિકેટના નુકસાન પર 52 રન બનાવ્યા છે. રોહિશ શર્મા 12 અને ચેતેશ્વર પુજારા 12 સાથે ક્રિઝ પર છે. જ્યારે ભારતના ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને 26 રન પર સ્ટુઅર્ટ બૉર્ડે આઉટ કર્યો છે. ભારતને મેચ જીતવા માટે પાંચમાં દિવસની રમતમાં હવે કુલ 157 રનની જરૂર છે.
મેચના બીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. બીજા દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગઈ હતી. તો ત્રીજા દિવસે પણ વરસાદની અણનમ બેટીંગ યથાવત્ રહી હતી અને મેચને જલ્દી જ રોકી દેવામાં આવી હતી. 145 રન પર 5 વિકેટ ગુમાવી ચૂકેલી ભારતીય ટીમની સુસ્ત ઈનિંગને તેના લોઅર ઓર્ડર બેટ્સમેનોએ સંભાળી હતી. લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલ 84 રન બનાવીને આઉટ થયો હતો. એ પછી જાડેજાએ ફિફ્ટી કરી હતી.
સિરાઝ અને બુમરાહે છેલ્લી વિકેટ માટે 33 રનની શાનદાર પાર્ટનરશિપ કરી હતી અને ભારતને 278 રન સુધીના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. જેથી ભારતને ઈંગ્લેન્ડ પર 95 રનની લીડ મળી હતી. રાહુલે સૌથી વધારે 84 રન, જાડેજાએ 56 રન, રોહિત શર્માએ 36 રન અને બુમરાહે 28 રન કર્યા હતા.
ઈંગ્લેન્ડના રોબિન્સનની તરફથી ઓલી રોબિન્સને 5 વિકેટ લીધી હતી. તો એન્ડરસને ચાર વિકેટ લીધી હતી. તેણે ટેસ્ટમાં સર્વાધિક વિકેટ લેવાનો ભારતીય સ્પીનર અનિલ કુંબલેનો કિર્તીમાન તોડી નાખ્યો હતો. એન્ડરસન હાલ 621 વિકેટ સાથે વિશ્વમાં ત્રીજા ક્રમનો બોલર બન્યો છે જ્યારે કુંબલે 619 વિકેટ લીધી છે. સૌથી વધારે વિકેટ લેવામાં શ્રીલંકન સ્પીનર મુરલીધરન અને બીજા નંબર પર શેનવોર્ન છે. સૌથી વધારે વિકેટ લેનારા ટોપ પાંચ બોલરમાં એન્ડરસન એવો એક માત્ર બોલર છે જે વર્તમાન સમયે પણ ક્રિકેટમાં એક્ટિવ છે અને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત